Home /News /politics /PM મોદી લાહોરમાં નવાજ શરીફે ઘરે પહોંચ્યા, દિલ્હીમાં મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર

PM મોદી લાહોરમાં નવાજ શરીફે ઘરે પહોંચ્યા, દિલ્હીમાં મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર

અફઘાનિસ્તાનથી ઓચિંતી લાહોરની મુલાકાત લેવાનું નક્કી કરનાર ભારતીય વડાપ્રધાન લાહોર એરપોર્ટ પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

અફઘાનિસ્તાનથી ઓચિંતી લાહોરની મુલાકાત લેવાનું નક્કી કરનાર ભારતીય વડાપ્રધાન લાહોર એરપોર્ટ પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

  • News18
  • Last Updated :
લાહોર # અફઘાનિસ્તાનથી ઓચિંતી લાહોરની મુલાકાત લેવાનું નક્કી કરનાર ભારતીય વડાપ્રધાન લાહોર એરપોર્ટ પહોંચ્યા છે. જ્યાં પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અહીંથી એક ચોપરમાં બેસી બંને નેતાઓ નવાજ શરીફના પૈતૃક નિવાસ સ્થાન રાયવિંડ પેલેસ પહોંચ્યા હતા. મોદી અહીં નવાજ શરીફની ભાણેજના લગ્નમાં શરીક થશે.

pm_modi_navaz

પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફનો આજે 65મો જન્મ દિવસ હોવાથી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને શુભેચ્છા આપવા પાકિસ્તાન ગયા છે. બે દિવસની રશિયા મુલાકાત બાદ આજે મોદી અફઘાનિસ્તાન આવ્યા હતા જ્યાં સંસદ ભવનનું ઉદઘાટન બાદ તેમણે એકાએક જ પાકિસ્તાન જવાનું નક્કી કર્યું હતું. જેને પગલે સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા.

અજંપાભરી સ્થિતિ વચ્ચે સુરક્ષા એજન્સીઓએ સુરક્ષા સઘન કરી હતી. આ સંજોગોમાં સાંજે પાંચ વાગે પીએમ મોદીનો કાફલો લાહોર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યારે નવાજ શરીફ પહેલેથીજ અહીં ઉપસ્થિત હતા.

બંને નેતાઓ ચોપરમાં : એરપોર્ટ ખાતે બંને નેતાઓ એકબીજાને ગળે મળ્યા હતા. મોદીએ નવાજ શરીફને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ બંને નેતાઓ અહીં તૈયાર રખાયેલા એક ચોપરમાં બેસી કોઇ સ્થળે જવા રવાના થયા હતા. જોકે બાદમાં તેઓ શરીફના પૈતૃક ઘર રાયવિંડ પેલેસ પહોંચ્યા હતા.

દિલ્હીમાં મોદીનો વિરોધ : એક તરફ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં જઇને નવાજ શરીફને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી તો બીજી તરફ માદરે વતન ભારતમાં દિલ્હી ખાતે મોદીનો વિરોધ થઇ રહ્યો છે. દિલ્હીમાં કેટલાક શખ્સો દ્વારા પૂતળા દહન કરી મોદી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરાયા હતા.

સંબંધોમાં સુધાર આવશે? મોદી જ્યારે પીએમ ન હતા ત્યારે તેઓ પાકિસ્તાન વિરૂધ્ધ કટ્ટર નિવેદન કરતા હતા. સત્તા આવ્યા બાદ મોદીની ભાજપે સરકારે એવું પણ કહ્યું હતું કે, આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી પાક સાથે વાર્તાલાપ પણ નહીં થાય ત્યારે આજે બંને નેતાઓ વચ્ચેની ઓચિંતી મુલાકાતે રાજકારણ ગરમાવ્યું છે. શું આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર આવે એવી સૌ આશા સેવી રહ્યા છે. પરંતુ શું પાક નાપાક હરકતો બંધ કરશે ખરૂ?
First published:

Tags: જન્મ દિવસ, નરેન્દ્ર મોદી, નવાજ શરીફ, પાકિસ્તાન, લાહોર, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन