Home /News /politics /અંગ્રેજી શિક્ષણ દેશભક્તિ શીખવી ના શકે : મોહન ભાગવત

અંગ્રેજી શિક્ષણ દેશભક્તિ શીખવી ના શકે : મોહન ભાગવત

આરએસએસ વડા મોહન ભાગવતે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવાથી એમનામાં દેશભક્તિની ભાવના અને માનવતા પેદા કરી ના શકાય.

આરએસએસ વડા મોહન ભાગવતે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવાથી એમનામાં દેશભક્તિની ભાવના અને માનવતા પેદા કરી ના શકાય.

  • News18
  • Last Updated :
    નવી દિલ્હી # આરએસએસ વડા મોહન ભાગવતે વધુ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવાથી એમનામાં દેશભક્તિની ભાવના અને માનવતા પેદા કરી ના શકાય.

    રવિવારે આરએસએસ સંસ્થાપક કે બી હેડગેવારની મૂર્તિ સ્થાપનાના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આરએસએસ વડા મોહન ભાગવતે કહ્યું કે, અંગ્રેજી શિક્ષણ આપણને માત્ર એટલું જ શિખવી શકે કે આપણે આપણી રોજી રોટી કમાઇ શકીએ. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. તેમણે કહ્યું કે, આપણને એવી સ્કૂલોની જરૂરત છે જ્યાં બાળકો માનવતા શીખી શકે. તેમણે કહ્યું કે, વીર સાવરકરે કહ્યું હતું કે જો મને મળેલા શિક્ષણનો ઉપયોગ દેશસેવામાં થઇ શકતો ન હોય તો મારૂ શિક્ષણ વ્યર્થ છે.

    આ અવસરે ગોવાના મુખ્યમંત્રી પારસેકરે ભાગવતના નિવેદનનો બચાવ કરતાં કહ્યું હતું કે, તેઓ પોતાના નિવેદનથી સરકારને સ્કૂલોમાં બાળકોને ભણાવવામાં આવતી ભાષામાં ફેરફારની વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તેમને નથી લાગતું કે ભાગવતના આ નિવેદનથી કોઇ પ્રકારનો નકારાત્મક કે સકારાત્મક પ્રભાવ પડે.
    First published:

    Tags: અંગ્રેજી, આરએસએસ, દેશભક્તિ, મોહન ભાગવત, સ્કૂલ