Home /News /politics /7 વર્ષમાં મુંબઇ - અમદાવાદ વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન : PM મોદી

7 વર્ષમાં મુંબઇ - અમદાવાદ વચ્ચે દોડશે પ્રથમ બુલેટ ટ્રેન : PM મોદી

ત્રણ દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સાથે હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત બેઠકમાં સંબોધન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જાપાનનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસમાં જાપાનનો મહત્વનું યોગદાન છે.

ત્રણ દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સાથે હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત બેઠકમાં સંબોધન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જાપાનનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસમાં જાપાનનો મહત્વનું યોગદાન છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ત્રણ દિવસની મુલાકાતે આવેલા જાપાનના વડાપ્રધાન સાથે હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત બેઠકમાં સંબોધન કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મુંબઇ-અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન દોડશે. જાપાનનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતના વિકાસમાં જાપાનનો મહત્વનું યોગદાન છે.

ભારતના આર્થિક વિકાસમાં જાપાનનું મહત્વનું યોગદાન હોવાનો ઉલ્લેખ કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંજા આબેનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ મુલાકાતથી ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારતના વિકાસમાં જાપાનનો ફાળો મહત્વનો છે. ભારતના સ્વપ્નોની જાપાન કદર કરે છે. રેલવે માટે જાપાન ભારતને મદદ કરશે. ઉપરાંત સુરક્ષા, પરમાણું મુદ્દે આજે મહત્વના બે કરાર પણ કરાયા છે. જે આગળ જતાં મહત્વના સાબિત થશે. સાથોસાથ APECમાં સદસ્યા માટે પણ જાપાન ભારતનું સમર્થન કરશે.

જાપાનના વડાપ્રધાન શિંજા આબે પણ પોતાના સંબોધનમાં ચેન્નાઇની કુદરતી આપદાના મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે ભારત સાથેની મૈત્રીને સારી ગણાવી હતી. તેમણે મોદીને એક સફળ લીડર ગણાવ્યા હતા.

સંબંધોનો નવો અધ્યાય : આ મુલાકાતને મહત્વની માનવામાં આવે છે. જાપાન સાથે થયેલા ન્યૂક્લિયર કરારથી બંને દેશો વચ્ચે સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

7 વર્ષમાં દોડશે બુલેટ ટ્રેન : વિદેશ સચિવ એસ જયશંકરે જણાવ્યું કે, 505 કિલોમીટર લાંબા રૂટ પાછળ અંદાજે 98000 કરોડનો ખર્ચ થશે. જેમાં કુલ ખર્ચની 80 ટકા રકમ જાપાન આપશે જે માટે 0.1 ટકા જેટલું ઓછું વ્યાજ લેવાશે. વ્યાજ સાથે મૂડી આગામી 50 વર્ષમાં ચુકવાશે. જ્યારે સાત વર્ષમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક છે.
First published:

Tags: જાપાન, નરેન્દ્ર મોદી, બુલેટ ટ્રેન, ભારત, વડાપ્રધાન

विज्ञापन
विज्ञापन