Home /News /politics /ઉત્તર કોરિયાએ દુનિયાને ચોંકાવી, હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યાનો દાવો

ઉત્તર કોરિયાએ દુનિયાને ચોંકાવી, હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યાનો દાવો

ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેણે સફળતા પૂર્વક હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે. આ સમાચારની જાહેરાત ઉત્તર કોરિયાની સ્ટેટ ટીવીમાં કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના આ દાવાથી જાણે કે દુનિયામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેણે સફળતા પૂર્વક હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે. આ સમાચારની જાહેરાત ઉત્તર કોરિયાની સ્ટેટ ટીવીમાં કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના આ દાવાથી જાણે કે દુનિયામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • News18
  • Last Updated :
સોલ # ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેણે સફળતા પૂર્વક હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે. આ સમાચારની જાહેરાત ઉત્તર કોરિયાની સ્ટેટ ટીવીમાં કરવામાં આવી છે. ઉત્તર કોરિયાના આ દાવાથી જાણે કે દુનિયામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઉત્તર કોરિયામાં પરમાણું પરીક્ષણ સ્થળ નજીક આજે 5.1 તીવ્રતાના ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાને જોતાં ઉત્તર કોરિયાના હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણના દાવાને સંભવિત સાચો માનવામાં આવી રહ્યો છે કે પરમાણું વિસ્ફોટથી આ આંચકો આવ્યો હોવો જોઇએ. અમેરિકી જીયોલોજીકલ સર્વેએ કહ્યું કે, આ ભૂંકપનું કેન્દ્ર કિલજૂ શહેરના પશ્વિમોત્તરમાં અંદાજે 50 કિલોમીટર દુર દેશના પૂર્વોત્તરમાં છે.

આ ભૂકંપ કેન્દ્ર પુંગેરી રી પરમાણું પરીક્ષણ સ્થળથી નજીકનું છે. જાપાન સરકારે આશંકા વ્યક્ત કરી છે કે, ઉત્તર કોરિયામાં નોંધાયેલ ભૂકંપ પરમાણું પરીક્ષણનું જ પરિણામ હોઇ શકે છે.

સરકારના મુખ્ય પ્રવક્તા અને ચીફ કેબિનેટ સેક્રેટરી યોશિહિદે સુગાએ કહ્યું કે, ભૂતકાળ જોવામાં આવે તો આ વાતની આશંકા છે કે આ ઉત્તર કોરિયા દ્વારા કરાયેલા પરમાણું બોમ્બ પરીક્ષણનું જ પરિણામ છે.
First published:

Tags: અમેરિકા, ઉત્તર કોરિયા, જાપાન, પરમાણું બોમ્બ, ભૂકંપ

विज्ञापन
विज्ञापन