Home /News /politics /

CM નિવાસે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મોટા ફેરફારની સંભાવના

CM નિવાસે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, મોટા ફેરફારની સંભાવના

રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસ સ્થાને સવારથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ છે. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી સહિત જિલ્લાના હોદ્દેદારોના નામ અંગે ચર્ચા કરાશે. જોકે આજે નામોની સત્તાવાર જાહેરાત કરાશે કે કેમ એ પણ એક મુદ્દો બન્યો છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગાંધીનગર # રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસ સ્થાને સવારથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ છે. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ ચૂંટણી સહિત જિલ્લાના હોદ્દેદારોના નામ અંગે ચર્ચા કરાશે. જોકે આજે નામોની સત્તાવાર જાહેરાત કરાશે કે કેમ એ પણ એક મુદ્દો બન્યો છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી હારને પગલે ભાજપ કોર કમિટી ચિંતામાં મુકાઇ છે. તો બીજી તરફ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં જ્યાં વિજય થયો છે ત્યાં કયા નેતાઓના હાથમાં સત્તા સોંપવી પડકારરૂપ બન્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને શરૂ થઇ છે.

કહેવાય છે કે, આ બેઠકમાં પાલિકા-પંચાયતોના હોદ્દેદારો ઉપરાંત જિલ્લા, તાલુકાઓના હોદ્દેદારોના નામો ઉપર પણ ચર્ચા થશે. જે પરથી એવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ભાજપ નેતાગીરી માળખામાં ધરખમ ફેરફાર થવાની સંભાવના જોવાઇ રહી છે.

આ બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રદેશ અધ્યક્ષ આર.સી ફળદુ સહિતના મંત્રી મંડળ અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે.
First published:

Tags: આનંદીબેન પટેલ, ગુજરાત ચૂંટણી 2015, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ભાજપ, મુખ્યમંત્રી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन