CBI રેડ મામલે અણ્ણાની ટકોર, અરવિંદને મેં સમજાવ્યો હતો કે ચારિત્ર્યવાન લોકો જ રાખે!

Haresh Suthar | News18
Updated: December 16, 2015, 4:36 PM IST
CBI રેડ મામલે અણ્ણાની ટકોર, અરવિંદને મેં સમજાવ્યો હતો કે ચારિત્ર્યવાન લોકો જ રાખે!
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર પર સીબીઆઇ છાપાને લઇને પીઢ સામાજીક કાર્યકર અણ્ણા હજારેએ કેજરીવાલને આ મામલે ટકોર કરી છે તો આ મામલે ભારતીય જનતા પાર્ટીને આ મુદ્દે દોષી માની છે.

  • News18
  • Last Updated: December 16, 2015, 4:36 PM IST
  • Share this:
નવી દિલ્હી # દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર પર સીબીઆઇ છાપાને લઇને પીઢ સામાજીક કાર્યકર અણ્ણા હજારેએ કેજરીવાલને આ મામલે ટકોર કરી છે તો આ મામલે ભારતીય જનતા પાર્ટીને આ મુદ્દે દોષી માની છે.

અણ્ણાએ કહ્યું કે, આ મામલે ભાજપનો દોષ છે. આ જુનો કેસ છે અને હવે તેઓ આ મુદ્દે કામ કરી રહ્યા છે. એ જ વખતે કાર્યવાહી કરવી જોઇતી હતી. અરવિંદને પણ મેં બાબતે સમજાવ્યો હતો કે પોતાની આસપાસ ચરિત્ર્યવાન લોકો જ રાખવા જોઇએ.

અહીં નોંધનિય છે કે, એક કંપનીને ફાયદો કરાવી આપવાના મામલે ગઇ કાલે સીબીઆઇએ રાજેન્દ્રના ઘર અને ઓફિસે છાપા માર્યા હતા. આ કેસમાં આજે પણ પુછપરછ ચાલુ છે. તો આ મુદ્દે દિલ્હીની આપ સરકારે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કરતાં લોકતંત્ર માટે કાળો દિવસ ગણાવ્યો હતો.

બીજી તરફ કેજરીવાલે પણ આ મામલે ટ્વિટ કરતાં આજે નાણામંત્રી અરૂણ જેટલીને નિશાને પર લેતાં કહ્યું કે, તે ડીડીસીએની તપાસને લઇને કેમ ગભરાઇ રહ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે, સીબીઆઇ છાપાના બહાને આ કેસની ફાઇલો લઇ ગઇ છે.
First published: December 16, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading