Home /News /politics /

ઊંઝા નગરપાલિકામાં જય સરદારના નારા ગૂંજ્યા, અપક્ષે સત્તા સંભાળી

ઊંઝા નગરપાલિકામાં જય સરદારના નારા ગૂંજ્યા, અપક્ષે સત્તા સંભાળી

પાટીદારોના ગઢ કહેવાતા ઊંઝા નગરમાં છેવટે પાટીદારોએ પોતાનું પાણી બતાવતાં અપક્ષ પેનલનો જ્વલંત વિજય થયો હતો. નગરપાલિકામાં આજે મળેલી બેઠકમાં જય પાટીદાર જય સરદારના નારા વચ્ચે બહુમતિ સાથે અપક્ષોએ સત્તાનો દોર સંભાળ્યો હતો.

  • News18
  • Last Updated :
ઊંઝા # પાટીદારોના ગઢ કહેવાતા ઊંઝા નગરમાં છેવટે પાટીદારોએ પોતાનું પાણી બતાવતાં અપક્ષ પેનલનો જ્વલંત વિજય થયો હતો. નગરપાલિકામાં આજે મળેલી બેઠકમાં જય પાટીદાર જય સરદારના નારા વચ્ચે બહુમતિ સાથે અપક્ષોએ સત્તાનો દોર સંભાળ્યો હતો.

ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સીધી અસર જોવા મળી હતી. ભાજપ તરફે એકેય ઉમેદવારી પણ નોંધાઇ ન હતી. આ સંજોગોમાં અપક્ષોને ભારે બહુમત મળ્યો હતો ત્યારે નગરપાલિકામાં આજે પ્રમુખ, ઉપ પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.

જય સરદાર, જય પાટીદારની ટોપી પહેરી સભ્યો નગરપાલિકામાં ઉપસ્થિત રહ્યા હતા. બહુમતિ સાથે અપક્ષ ઉમેદવાર મીનાબેન પટેલ પ્રમુખ તરીકે અને રાકેશ પટેલ ઉપ પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
First published:

Tags: અપક્ષ, ઊંઝા, ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2015, ચૂંટણી`, નગરપાલિકા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन