ખાતો નથી ને ખાવા દેતો નથી કહેનારા PM ચૂપ કેમ છે? : રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડીડીસીએમાં કથિત કૌભાંડને ઉજાગર કરવા પ્રેસ કોન્ફરન્સ કરનાર ભાજપના સાંસદ કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે વડાપ્રધાન સામે શાબ્દિક પ્રહારો કર્યા છે. ખાતો નથી ને ખાવા દેતો નથી કહેનારા પીએમ આજે ચૂપ કેમ છે? કહી રાહુલે કટાક્ષ પણ કર્યો હતો.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ડીડીસીએમાં કથિત કૌભાંડને ઉજાગર કરવા પ્રેસ કોન્ફરન્સ કરનાર ભાજપના સાંસદ કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે વડાપ્રધાન સામે શાબ્દિક પ્રહારો કર્યા છે. ખાતો નથી ને ખાવા દેતો નથી કહેનારા પીએમ આજે ચૂપ કેમ છે? કહી રાહુલે કટાક્ષ પણ કર્યો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ડીડીસીએમાં કથિત કૌભાંડને ઉજાગર કરવા પ્રેસ કોન્ફરન્સ કરનાર ભાજપના સાંસદ કિર્તી આઝાદને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન સામે શાબ્દિક પ્રહારો કર્યા છે. ખાતો નથી ને ખાવા દેતો નથી કહેનારા પીએમ આજે ચૂપ કેમ છે? કહી રાહુલે કટાક્ષ પણ કર્યો હતો.

ભ્રષ્ટાચારને બહાર લાવનાર સાંસદ કિર્તી આઝાદ સામે ભાજપ દ્વારા લેવાયેલ શિસ્તભંગની કાર્યવાહી અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને આઝાદે કરેલા આરોપ મામલે તપાસ કરાવવાની પણ માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજી ચૂંટણી દરમિયાન તો વિવિધ પ્રકારના કૌભાંડની વાતો કરી રહ્યા હતા. હવે શું થયું?

રાહુલે કહ્યું કે હવે ક્રિકેટ કૌભાંડ સામે આવ્યું છે. જેને ઉજાગર કરનાર સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ખાતો નથી કે ખાવા દેતો નથી વાત કરનાર વડાપ્રધાન એકદમ ચૂપ છે. વડાપ્રધાન દેશના વડાપ્રધાન છે અને લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે, તેમણે પગલાં ભરવાં જોઇએ અને યોગ્ય તપાસ કરાવવી જોઇએ.

અહીં નોંધનિય છે કે, ભાજપ સાંસદ અને પૂર્વ ક્રિકેટ ખેલાડી કિર્તી આઝાદે નાણામંત્રી અરૂણ જેટલી વિરૂધ્ધ ડીડીસીએમાં કથિત ભ્રષ્ટાચારને લઇને અભિયાન ચલાવ્યું હતું. તાજેતરમાં જ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી જેટલીનું નામ લીધા વિના પરોક્ષ રૂપે ગંભીર આરોપ લગાવ્યા હતા. જે મામલે કાર્યવાહી કરતાં ભાજપના સંસદીય બોર્ડે બુધવારે આઝાદને સસ્પેન્ડ કર્યો હતા.
First published: