Home /News /politics /

એવોર્ડ એ મહેનત અને માનનું પ્રતિક છે, એનું સન્માન કરો : રાષ્ટ્રપતિ

એવોર્ડ એ મહેનત અને માનનું પ્રતિક છે, એનું સન્માન કરો : રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એવોર્ડ પરત કરનારા સાહિત્યકારો અને ફિલ્મકારોને શીખ આપતાં કહ્યું કે, એવોર્ડ એ મહેનત અને માનનું પ્રતિક છે, એનું સન્માન કરો.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એવોર્ડ પરત કરનારા સાહિત્યકારો અને ફિલ્મકારોને શીખ આપતાં કહ્યું કે, એવોર્ડ એ મહેનત અને માનનું પ્રતિક છે, એનું સન્માન કરો.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ એવોર્ડ પરત કરનારા સાહિત્યકારો અને ફિલ્મકારોને શીખ આપતાં કહ્યું કે, એવોર્ડ એ મહેનત અને માનનું પ્રતિક છે, એનું સન્માન કરો.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું કે, દેશમાં થનારી ઘટનાઓ અંગે ચર્ચાઓ થવી જોઇએ, એવોર્ડ પરત કરવાના ન હોય.

રાષ્ટ્રપતિએ એવોર્ડ પરત કરનારાઓને સલાહ આપતાં કહ્યું કે, મતભેદ દુર કરવા માટે ચર્ચા કરો. પોતાને મળેલા એવોર્ડનું સન્માન કરો અને એને સાચવીને રાખો.

તેમણે કહ્યું કે, એવોર્ડ કોઇના વિશિષ્ટ કાર્યને જોઇને એમને સન્માનના રૂપમાં આપવામાં આવે છે. એવોર્ડનું સન્માન કરવું જોઇએ. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ક્યારેક ક્યારેક સમાજમાં બનતી ઘટનાઓને લઇને સંવેદનશીલ લોકોને પરેશાની થતી હોય છે.

પ્રણવ મુખરજીએ કહ્યું કે, ભાવનામાં આવી જઇને તર્કને ક્યારેય છોડવો ન જોઇએ પરંતુ અસહમતિને ચર્ચાના રૂપમાં બતાવવી વધુ યોગ્ય રસ્તો છે.
First published:

Tags: એવોર્ડ, પરત, પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ, સન્માન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन