રાષ્ટ્રપતિ આજે અમદાવાદ આવશે, આગમનને લઇને સુરક્ષા સઘન

Haresh Suthar | News18
Updated: November 30, 2015, 12:46 PM IST
રાષ્ટ્રપતિ આજે અમદાવાદ આવશે, આગમનને લઇને સુરક્ષા સઘન
રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે બપોરે અમદાવાદની મુલાકાતે આવનાર છે. બપોરે એક વાગે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાશે અને ગાર્ડ ઓફ ઓનર અપાશે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે બપોરે અમદાવાદની મુલાકાતે આવનાર છે. બપોરે એક વાગે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાશે અને ગાર્ડ ઓફ ઓનર અપાશે.

  • News18
  • Last Updated: November 30, 2015, 12:46 PM IST
  • Share this:
અમદાવાદ # રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી આજે બપોરે અમદાવાદની મુલાકાતે આવનાર છે. બપોરે એક વાગે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાં તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાશે અને ગાર્ડ ઓફ ઓનર અપાશે.

રાષ્ટ્રપતિના આગમનને લઇને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. બપોરે 1-15 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું ઉમળકાભેર સ્વાગત કરાશે. રાજ્યપાલ-મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે.

દેશના મહામહિમ પ્રણવ મુખરજી આજે ગુજરાતના મહેમાન બનનાર છે. બપોરે અમદાવાદ આવ્યા બાદ તેઓ કાપડીવાવ ખાતે અમૂલના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું ઉદઘાટન કરશે. તેઓ આઇઆઇએમના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.  રાજ્યભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે.
First published: November 30, 2015, 12:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading