LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાપર્ણ

Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 1:14 PM IST
LIVE: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાપર્ણ
સુરત ખાતે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન બાજીપુરા ખાતે આવી પહોંચ્યા છે અહીં એમણે સુમુલ ડેરીના કેટલ ફીડ સહિત અનોખા ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, અહીં નોંધનિય છે કે, આ પ્લાન્ટ સાથે સુમુલ ડેરીમાં આઇસક્રીમ, બેકરી, મધ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાશે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 1:14 PM IST
pm-sumul01

સુરત #સુરત ખાતે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ વડાપ્રધાન બાજીપુરા ખાતે આવી પહોંચ્યા છે અહીં એમણે સુમુલ ડેરીના કેટલ ફીડ સહિત અનોખા ડેરી પ્લાન્ટનું ઉદઘાટન કર્યું, અહીં નોંધનિય છે કે, આ પ્લાન્ટ સાથે સુમુલ ડેરીમાં આઇસક્રીમ, બેકરી, મધ સહિતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરી શકાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાજીપુરા ખાતે આવી પહોંચ્યા છે અહી કેટલફિડ, આઇસક્રીમ, બેકરી, મધ સહિતના વિવિધ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું. આ પ્રસંગે એમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નેતાઓ જોડાયા હતા.

સુમુલ ડેરી સુવર્ણ જ્યંતિ સમારોહ અવસરે પીએમ દ્વારા વિવિધ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યા બાદ યોજાયેલી જાહેર સભામાં સુમુલ ડેરીના ચેરમેને પીએમ મોદીને ખેડૂતોના હામી ગણાવી વૈશ્વિક પુરૂષ તરીકે ઓળખાવ્યા, વધુમાં એમણે કહ્યું કે, સમગ્ર એશિયામાં પશુપાલકોને સૌથી વધુ ભાવ સુમુલ ડેરીએ આપ્યા છે. વધુમાં ઝીરો ટકા વ્યાજે લોન પણ આપી છે.

guj-minister

ગુજરાત સરકારના મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આદિવાસી સમાજને પછાત રાખવાનું હિન કૃત્ય અગાઉની કોંગ્રેસ સરકારે કર્યું છે. પરંતુ એ તો સારૂ થયું કે મોદી સાહેબે વન બંધુ જેવી યોજનાઓ શરૂ કરી તો આપણને મળ્યું છે. નરેન્દ્ર ભાઇ મોદી સાહેબે આદિવાસી વિસ્તારમાં જઇને કન્યા કેળવણીની શરૂઆત કરાવી હતી. જેનું પરિણામ એ મળ્યું છે કે ટૂંકાગાળામાં 17 ટકા શિક્ષણમાં વધારો થયો છે.

નરેન્દ્રભાઇ ભલે દિલ્હી ગયા પરંતુ આપણને ભુલ્યા નથી. એમણે લોકસભામાં ભાષણ કર્યું હતું કે, આ સરકાર ગરીબોને સમર્પિત હશે. એ આપણને ભૂલ્યા નથી. આપણી રાજ્ય સરકારે આદિવાસીઓ માટે ઘણું કર્યું છે. વર્ષોથી આદિવાસી સમાજની જે માંગણીઓ હતી એ સંતાષવાનું કામ લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે.

vijay

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું કે, આગામી નવુ ચોમાસું શરૂ થશે ત્યારે ડેમના દરવાજા બંધ હશે, સરદાર પટેલનું જે સ્વપ્ન હતું ગુજરાતીઓ જે ઇચ્છતા હતા એ આપણા નરેન્દ્રભાઇએ કામ કરી બતાવ્યું છે. નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ ભરાશે. જેનાથી ગુજરાતનો વિકાસ કૂદકેને ભૂસકે વધશે. ગૌસંવર્ધન, ગૌ હત્યા પર પ્રતિબંધ, તાલુકે તાલુકે નંદી કેન્દ્ર સહિતની યોજનાઓને લીધે આગામી સમયમાં ગુજરાતમાં સાચા અર્થમાં દૂધની વહેવાની છે. આજના પ્રસંગે આપણે સંકલ્પ કરીએ કે, આપણે એકબીજાના સહયોગથી રાજ્યનો વિકાસ વધારતા રહીશું.
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर