નેશનલ હેરાલ્ડના વિવાદ વચ્ચે મોદીએ સોનિયાને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

modi_twt

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનો આજે 69મો જન્મ દિવસ છે. નેશનલ હેરાલ્ડ મામલાને લઇને સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચેના ટકરાવ વચ્ચે સોનિયા ગાંધીને આજે મોદીએ જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી. મોદીએ સોનિયાને લાંબી આવરદા અને સારા સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.

સંસદીય કાર્ય મંત્રી વેકૈયા નાયડૂએ પણ સોનિયા ગાંધીને ફોન કરીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી હતી. નેશનલ હેરાલ્ડ મામલાને લઇને સરકાર અને કોંગ્રેસ વચ્ચે થઇ ઉગ્ર ટકરાવ જામી છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર સોનિયા અને રાહુલ સામે રાજકીય બદલાની ભાવાના રાખી રહી છે.
First published: