કિર્તી આઝાદ સામે ભાજપની લાલ આંખ, પત્નિ પૂનમ ઝા સેન્સર બોર્ડની કમિટીમાંથી બહાર

દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનમાં અરૂણ જેટલીના કથિત ભ્રષ્ટાચાર મામલે ભાજપના જ કિર્તી આઝાદે બંડ પોકાર્યો છે. જેને પગલે કિર્તી આઝાદ સામે પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાય એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે તો બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કિર્તી આઝાદના પત્નિ પૂનમ ઝાને સેન્સર બોર્ડની પેનલમાંથી પણ બહારનો રસ્તો બતાવી દેવાયો હતો.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોશિએશનમાં અરૂણ જેટલીના કથિત ભ્રષ્ટાચાર મામલે ભાજપના જ કિર્તી આઝાદે બંડ પોકાર્યો છે. જેને પગલે કિર્તી આઝાદ સામે પાર્ટી દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાય એવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે તો બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કિર્તી આઝાદના પત્નિ પૂનમ ઝાને સેન્સર બોર્ડની પેનલમાંથી પણ બહારનો રસ્તો બતાવી દેવાયો હતો.

ભાજપ કિર્તી આઝાદને પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય નાણા મંત્રી સામે મોરચો ખોલવો ભારે પડ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપે કિર્તી આઝાદને કારણ દર્શક નોટિસ મોકલી છે અને કહેવાય છે કે સસ્પેન્ડ પણ કરવામાં આવે. મંગળવારે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં પણ આઝાદની ગેરહાજરી સુચક બની હતી.

તો બીજી તરફ આઝાદની પત્નિ પૂનમ ઝાએ કહ્યું કે, એનું નામ સેન્સર બોર્ડની એડવાઇઝરી પેનલમાંથી હટાવી દેવામાં આવ્યું છે. સુચના અને પ્રસારણ મંત્રાલયના એક અધિકારીએ અગાઉ મને જોડાવા માટે કહ્યું હતું. પરંતુ બાદમાં નામ કમી કરી દેવાયું છે. અહીં નોંધનિય છે કે, સુચના અને પ્રસારણ મંત્રાલય પણ અરૂણ જેટલી પાસે જ છે.
First published: