Home /News /politics /ચક્રપાણીએ હરાજીમાં ખરીદેલી દાઉદની કારને સળગાવી દીધી

ચક્રપાણીએ હરાજીમાં ખરીદેલી દાઉદની કારને સળગાવી દીધી

દેશવાસીઓના મનમાંથી અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભય દુર કરવા માટે હરાજીમાં ખરીદેલી દાઉદની કારને ચક્રપાણીએ આગ ચાંપી સળગાવી દીધી હતી. કેટલાક દિવસો પહેલા મુંબઇમાં યોજાયેલી હરાજીમાં તેમણે આ કાર ખરીદી હતી.

દેશવાસીઓના મનમાંથી અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભય દુર કરવા માટે હરાજીમાં ખરીદેલી દાઉદની કારને ચક્રપાણીએ આગ ચાંપી સળગાવી દીધી હતી. કેટલાક દિવસો પહેલા મુંબઇમાં યોજાયેલી હરાજીમાં તેમણે આ કાર ખરીદી હતી.

  • News18
  • Last Updated :
નવી દિલ્હી # દેશવાસીઓના મનમાંથી અંડરવર્લ્ડ ડોન દાઉદનો ભય દુર કરવા માટે હરાજીમાં ખરીદેલી દાઉદની કારને ચક્રપાણીએ આગ ચાંપી સળગાવી દીધી હતી. કેટલાક દિવસો પહેલા મુંબઇમાં યોજાયેલી હરાજીમાં તેમણે આ કાર ખરીદી હતી.

હિન્દુ મહાસભાના ચક્રપાણીએ કહ્યું કે, અમારા સંગઠને ગાજીયાબાદના ઇન્દિરાપુરમમાં જાહેરમાં કારને સળગાવી દીધી હતી. ઓલ ઇન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો દાવો કરતા ચક્રપાણીએ કહ્યું કે, દાઉદ ઇબ્રાહિમ અને એના ગૂંડાઓએ દેશમાં અને ખાસ કરીને મુંબઇમાં જે રીતે આતંક ફેલાવ્યો છે, એ આતંકનો કાર સળગાવીને એક રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

કાર પર દાઉદનો ફોટો લગાવી અને ચારે બાજુ લાકડા મુકી અર્થીના રૂપમાં આગ ચાંપવામાં આવી હતી.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, કાર, દાઉદ ઇબ્રાહિમ, હરાજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन