ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે આનંદીબેનને આપ્યો વળતો જવાબ
ગુજરાત આવેલા અરવિંદ કેજરીવાલે આનંદીબેનને આપ્યો વળતો જવાબ
ઉનાના દલિત પીડિતોની મુલાકાત લેનાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને વળતો જવાબ આપતાં કહ્યું કે, હા તેઓ રાજકારણ કરી રહ્યા છે પરંતુ તેઓ દલિતોના ન્યાય માટે રાજકારણ કરી રહ્યા છે.

રાજકોટ #ઉનાના દલિત પીડિતોની મુલાકાત લેનાર દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને વળતો જવાબ આપતાં કહ્યું કે, હા તેઓ રાજકારણ કરી રહ્યા છે પરંતુ તેઓ દલિતોના ન્યાય માટે રાજકારણ કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે ગઇકાલે ઉના અને રાજકોટ ખાતે પીડિતોની મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. જે બાદ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, બહારના નેતાઓ પીડિતોની મુલાકાતના નામે રાજકારણ કરી રહ્યા છે.
આનંદીબેન પટેલના આ નિવેદન બાદ અરવિંદ કેજરીવાલે વળતો જવાબ આપતાં કહ્યું કે, હા હું રાજકારણ કરી રહ્યો છું પરંતુ દલિતોને ન્યાય અપાવવાની રાજનીતિ છે.
ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, જે રીતે ભ્રષ્ટાચાર અને દમન વધ્યો છે એ જોતાં દોઢ વર્ષમાં સરકારનો સફાયો થશે એ નક્કી છે.
આનંદીબેન પ્રતિક્રિયા આપવાની ટાળી
આ અંગે સવાલ પુછાતાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કેજરીવાલ અંગે જવાબ આપવાનો ટાળ્યું હતું. જોકે તેમણે કહ્યું હતું કે, કેજરીવાલ અંગે કંઇ પણ નથી કહેવું, જે કોઇ પણ આવે, જેને મળવાનું હોય તે મળે. ગુજરાતની પ્રજા શાણી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર