બાજીપુરા ખાતેનું વિરાટ દ્રશ્ય જોઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આપ સૌને માથું નમાવી નમન કરૂ છુ

Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 3:55 PM IST
બાજીપુરા ખાતેનું વિરાટ દ્રશ્ય જોઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આપ સૌને માથું નમાવી નમન કરૂ છુ
બાજીપુરા ખાતે સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ બાદ જાહેર સભાને સંબોધતાં કહ્યું કે, મેં આ વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે. સ્કુટર પર આવતો ક્યારે ખભે થેલો ભરી ચાલતો જતો, અનેક વર્ષોથી આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ વચ્ચે રહીને સામાજિક કાર્ય કરવાના મને સંસ્કાર મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવ્યો, સીએમ તરીકે પણ આવ્યો અને પરંતુ આ વિસ્તારમાં આવડો મોટો વિરાટ કાર્યક્રમ મેં પહેલીવાર જોયો છે. મારી નજર જ્યાં પહોંચે છે ત્યાં માથા જ માથા જ દેખાય છે. આટલું વિરાટ દ્રશ્ય અને શિસ્ત જોઇ આપ સૌને માથું નમાવી નમન કરૂ છું.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 17, 2017, 3:55 PM IST
બાજીપુરા #બાજીપુરા ખાતે સુમુલ ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ બાદ જાહેર સભાને સંબોધતાં કહ્યું કે, મેં આ વ્યારામાં ચંપલ ઘસી નાંખ્યા છે. સ્કુટર પર આવતો ક્યારે ખભે થેલો ભરી ચાલતો જતો, અનેક વર્ષોથી આ વિસ્તારમાં ગરીબ આદિવાસીઓ વચ્ચે રહીને સામાજિક કાર્ય કરવાના મને સંસ્કાર મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવ્યો, સીએમ તરીકે પણ આવ્યો અને પરંતુ આ વિસ્તારમાં આવડો મોટો વિરાટ કાર્યક્રમ મેં પહેલીવાર જોયો છે. મારી નજર જ્યાં પહોંચે છે ત્યાં માથા જ માથા જ દેખાય છે. આટલું વિરાટ દ્રશ્ય અને શિસ્ત જોઇ આપ સૌને માથું નમાવી નમન કરૂ છું.

વડાપ્રધાને સુમુલ ડેરીના વહીવટકર્તાઓને અભિનંદન આપતાં કહ્યું કે, જ્યારે અમે સત્તામાં આવ્યા ત્યારે અમે કેટલાકને ગમતા ન હતા. આજે પણ ગમતા નથી એવા લોકોએ કાગારોળ મચાવી હતી કે ગરીબની દાળ ગઇ, અમને એ બધુ વારસામાં મળ્યું હતું. પરંતુ મે એ વખતે કહ્યું હતું કે, દેશના ગરીબને પ્રોટીન કઠોળમાંથી મળે છે.  તમે જે પકવતા હોય તે પકવો પરંતુ વચ્ચે વચ્ચે કઠોળ વાવો. આજે મારે દેશના ખેડૂતોને નમન કરવા છે. એમણે મારી લાગણીને સ્વીકારી અને દેશમાં કઠોળનું વિક્રમ ઉત્પાદન કરી બતાવ્યું. આજે થાળીમાં સસ્તી દાળ મળતી થઇ ગઇ અને ગરીબના પેટમાં દાળ જતી થઇ.

ગયા વર્ષે અમે દેશમાં પહેલીવાર કઠોળનું ટેકાના ભાવે ખરીદ કરવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે પણ અમે અઠવાડીયું વધાર્યું છે કે જેથી ખેડૂતને પુરતા ભાવ મળે અને ગરીબને કઠોળ મળી શકે.

આજે 958 કરોડની સિંચાઇ યોજનાનો શિલાન્યાસ કરાયો છે. નીચેથી પાણી 118 મીટર ઉંચાઇએ લઇ જવાશે અને ત્યાંથી નીચે ખેડૂતો માટે આવશે. પાણીને ઉપર લઇ જવાનું કાર્ય સહેલું નથી, મોટું વિરલ કાર્ય છે. 70 વર્ષો સુધી ભૂતકાળની સરકારો ચાલી પરંતુ આજે પણ હિન્દુસ્તાનના કેટલાક ભાગોમાં એક હેન્ડ પંપ લગાવી દો તો ત્રણ ત્રણ ચૂંટણી જવાય એવું છે. જ્યારે આપણા વિજય ભાઇ સંકલ્પ લે શે કે મારે ગુજરાતને હેન્ડ પંપથી મુક્ત કરવું છે. એમનું સ્વપ્ન છે કે મારે ગુજરાતના દરેક ઘરમાં પાઇપ લાઇનથી પાણી આપવું છે.

પરિવર્તન માટે ક્રાંતિક્રારી પગલાં લેવા જ પડશે. હજુ 10 વર્ષ પહેલા જ આ નાનકડો જિલ્લો બનાવાયો હતો. પરંતુ આ તાપી જિલ્લો ખ્યાતનામ તઇ રહ્યો છે. વેલ્યૂએડિશનમાં ખેડૂતો હવે પ્રયોગશીલ બની વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે. દાહોદના આદિવાસીઓ પણ  ખેતર શબ્દ ભૂલી રહ્યા છે અને ફુલવાડી કહી રહ્યા છે. દાહોદના ફૂલ હવે મુંબઇમાં ભગવાનને ચઢી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ નવતર પ્રયોગથી વિકાસ સાધ્યો છે.

પરંતુ મારી ખેડૂતોને અપીલ છે કે આપણા ત્યાં માતાઓ અને બહેનો જ પશુપાલન ચલાવે છે. પરંતુ મારે કહેવું છે કે ભાઇઓ પણ ધ્યાન આપે, પશુઓની માવજત કેવી રીતે થાય, આધુનિક સાયન્સનો સહારો લઇએ, પશુઓની સંખ્યા વધાર્યા વગર કેવી રીતે વધુ દૂધ વધારી શકાય એ દિશામાં વિચાર કરવું જોઇએ. દેશમાં ગુજરાત આગળ છે પરંતુ એ દિશામાં હજુ વધુ આગળ જઇ શકાય એમ છે. પર કેપિટા મિલ્ક પ્રોડક્શન વધશે એ પ્રમાણે મિલ્ક કંન્ઝપશન પણ વધશે, એનાથી કૂપોષણમાંથી પણ આપણે બહાર આવી શકીશું.
First published: April 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर