Home /News /politics /Gujarat Exit Poll: ગુજરાતમાં કોની બને છે સરકાર? મતદાન પૂરુ થયા બાદ સૌથી પહેલા અહીં મળશે જવાબ
Gujarat Exit Poll: ગુજરાતમાં કોની બને છે સરકાર? મતદાન પૂરુ થયા બાદ સૌથી પહેલા અહીં મળશે જવાબ
એક્ઝિટ પોલ અંગે ક્યારે મળશે અપડેટ
Gujarat Assembly Elections Exit Poll 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ ન્યૂઝ18 ગુજરાતી પર મળશે સૌથી પહેલી અપડેટ્સ
બીજા તબક્કાના મતદાન બાદ ગુજરાતમાં ઘણા મોટા પાયે ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પક્ષને બહુમતી મળશે અને કોની સરકાર બનશે. આજે બીજા તબક્કાના મતદાન દરમિયાન સવારે થોડું નીરસ માહોલ જણાતું હતું પરંતુ ત્યાર પછી બપોર પછી થોડી સ્પીડ પકડી હતી અને આખરે ઘણું ખરું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું.
એક્ઝિટ પોલ સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર ગુજરાતમાં બનવા જઇ રહી છે અને કોના માટે સત્તાનો તાજ જશે.
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ વખતે ચૂંટણી અંગેના તમામ ન્યૂઝ અને એક્ઝિટ પોલ્સ 6:30 બાદ જાહેર કરવામાં આવશે. જેમાં પળેપળની લેટેસ્ટ અપડેટ્સ તમને ન્યૂઝ18 ગુજરાતી પરથી મળી જશે.
ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થશે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 69 મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે. આ સાથે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે.
" isDesktop="true" id="1295155" >
બીજા તબક્કાની ચૂંટણીના મતદારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના ભાવિ પણ મતદારો નક્કી કરશે. તો કોંગ્રેસના સુખરામ રાઠવા અને જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા અને ભીમાભાઇ ચૌધરી પણ કાંટાની ટક્કર આપી રહ્યા છે.
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ વખતે ચૂંટણી અંગેના તમામ ન્યૂઝ અને એક્ઝિટ પોલ્સ 6:30 બાદ જાહેર કરવામાં આવશે. જેમાં પળેપળની લેટેસ્ટ અપડેટ્સ તમને ન્યૂઝ18 ગુજરાતી પરથી મળી જશે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર