ગુજરાત બજેટ 2017-18: વિધાનસભા ચૂંટણીનો માસ્ટર સ્ટ્રોક, મહત્વની 15 બાબતો

ગુજરાત બજેટ 2017-18: વિધાનસભા ચૂંટણીનો માસ્ટર સ્ટ્રોક, મહત્વની 15 બાબતો
વિજય રૂપાણીની ભાજપ સરકારે ભલે પહેલું બજેટ રજુ કર્યું હોય પરંતું રાજકીય માસ્ટર પ્લાન જેવું છે આ બજેટ. આ વર્ષના અંતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બજેટની સ્ક્રિપ્ટ લખાઇ હોય એવું લાગી રહ્યું છે. નાણામંત્રી નિતિન પટેલ દ્વારા તમામ લોકોને ધ્યાનમાં લેવાયા છે. ભલે એ વિદ્યાર્થી હોય કે પછી ખેડૂત, નાના ઉદ્યોગકારથી લઇને રોજકામ કરી પેટીયું રળતા કારીગરને પણ કંઇક આપવા પ્રયાસ કરાયો છે. અહીં મહત્વની 15 બાબતો રજુ કરી છે જે સીધી રીતે લોકોને આકર્ષી શકે એમ છે.

 • Share this:
  ગાંધીનગર #વિજય રૂપાણીની ભાજપ સરકારે ભલે પહેલું બજેટ રજુ કર્યું હોય પરંતું રાજકીય માસ્ટર પ્લાન જેવું છે આ બજેટ. આ વર્ષના અંતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બજેટની સ્ક્રિપ્ટ લખાઇ હોય એવું લાગી રહ્યું છે. નાણામંત્રી નિતિન પટેલ દ્વારા તમામ લોકોને ધ્યાનમાં લેવાયા છે. ભલે એ વિદ્યાર્થી હોય કે પછી ખેડૂત, નાના ઉદ્યોગકારથી લઇને રોજકામ કરી પેટીયું રળતા કારીગરને પણ કંઇક આપવા પ્રયાસ કરાયો છે. અહીં મહત્વની 15 બાબતો રજુ કરી છે જે સીધી રીતે લોકોને આકર્ષી શકે એમ છે.

  #1# કોલેજ અને પોલિટેનિકમાં પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓને 1000 રૂપિયાની કિંમતે ટેબલેટ આપવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઇ  #2# વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે મોરેટોરીયમ સમય માટે વ્યાજ સહાય આપવામાં આવશે.

  #3# મા અને મા-વાત્સલ્ય યોજના હેઠળ વધુ પરિવારોને આવરી લેવા હાલની વાર્ષિક આવક મર્યાદા 1.2 લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી, આ માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી

  #4# જાહેર હોસ્પિટલમાં તમામ દર્દીઓને આવશ્યક દવાઓ વિના મૂલ્યે આપવા માટે રૂ.466 કરોડની ફાળવણી

  #5# ટપક સિંચાઇ યોજનાને વધુ વ્યાપક બનાવવા માટે આ યોજનામાં આપવામાં આવતી ખેડૂતોની સબસીડી વધારીને 50 ટકાને બદલે 70 ટકા અને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 75 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી, આ માટે 313 કરોડની ફાળવણી

  #6# રાજ્યના 14 લાખ ખેડૂતોને માત્ર 1 ટકાના વ્યાજથી પાક લોન મળશે, જે માટે સરકાર દ્વારા 500 કરોડની ફાળવણી

  #7# ખેત ઓજારો અને ખેત યાંત્રીકરણ માટે સહાય પુરી પાડવા માટે રૂ.418 કરોડની ફાળવણી

  #8# ઉચ્ચ ગુણવત્તાયુક્ત બાગાયતમાં વાવણીની સામગ્રી માટેની સહાય 50 ટકાથી વધારીને 90 ટકા કરવામાં આવી

  #9# 60 વર્ષથી ઉપરના બાંધકામ શ્રમિકોને 1000 રૂપિયાની માસિક વૃધ્ધાવસ્થા સહાય અપાશે

  #10# 3 લાખ યુવાનોના લાભ માટે 100 ભરતી મેળાઓનું આયોજન

  #11# 18000 ગામો અને 16245 વસાહકોને સારી ગુણવત્તાના બારમાસી માર્ગોથી જોડતા ગ્રામીણ માર્ગ માળખાને સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2500 કરોડ

  #12# 730.14 કિમી લંબાઇના 58 માર્ગોને ચાર માર્ગીય રસ્તામાં તબદીલ કરવા માટે 1151 કરોડ રૂપિયા

  #13# 1.25 લાખ કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે, જે ગત વર્ષ કરતાં 25 ટકા વધુ છે. આ માટે રૂ.2000 કરોડની ફાળવણી

  #14# ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા 1.30 લાખ ઘરોમાં પીએનજી જોડાણ અને 50 સીએનજી સ્ટેશનો સ્થાપવામાં આવશે.

  #15# કુંવરબાઇ મામેરૂ યોજનામાં સહાય 10 હજારથી વધારી 12 હજાર કરાઇ, દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી સહાય 400થી વધારી 500 કરાઇ, વરિષ્ઠ નાગરિકોને મળતું પેન્શન 400થી વધારી 500 કરાયું અને જૈફ વડીલોને મળતા પેન્શનમાં 300 રૂપિયોનો વધારો કરી 1000 રૂપિયા કરાયું.
  Published by:News18 Gujarati
  First published:February 21, 2017, 18:01 IST

  ટૉપ ન્યૂઝ