Home /News /politics /

Gujarat election 2022: ધારદાર વાક પ્રહાર માટે જાણીતા છે ગુલાબસિંહ યાદવ, AAP તરફથી સંભાળશે ગુજરાતમાં ચૂંટણીનો મોરચો

Gujarat election 2022: ધારદાર વાક પ્રહાર માટે જાણીતા છે ગુલાબસિંહ યાદવ, AAP તરફથી સંભાળશે ગુજરાતમાં ચૂંટણીનો મોરચો

Gulab Singh Yadav profile : ગુલાબ સિંહ યાદવ વર્ષ 2015માં યોજાયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મટિયાલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 1,27,665 વોટની જંગી બહુમતિ સાથે જીત મેળવી ભાજપના ઉમેદવાર રાજેશ ગેહલોતને હાર આપી હતી.

Gulab Singh Yadav profile : ગુલાબ સિંહ યાદવ વર્ષ 2015માં યોજાયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મટિયાલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 1,27,665 વોટની જંગી બહુમતિ સાથે જીત મેળવી ભાજપના ઉમેદવાર રાજેશ ગેહલોતને હાર આપી હતી.

વધુ જુઓ ...
  ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly election 2022) તૈયારીઓ રાજ્યભરમાં તમામ પક્ષો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના આટાંફેરા તે વાત તરફ સીધો ઇશારો કરે છે કે કોઇ પણ ઘડીએ ચૂંટણી કમિશન ગુજરાતમાં ઇલેક્શન જાહેર કરી શકે છે. તેવામાં દરેક પક્ષ અને પાર્ટીના નેતાઓ ભાજપ શાસિત રાજ્ય પર હાથ જમાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

  ગુજરાતમાં પાટીદારોના મત પર આમ આદમીની (AAP) મજબૂત પકડ ભાજપ અને કોંગ્રેસના શ્વાસ અધ્ધર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામે તો નવાઇની વાત ન કહી શકાય. હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરજવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જીત અપાવવા માટે નેતાઓને જવાબદારીઓ આપવાનું શરૂ કરી ચૂક્યા છે.

  ગુજરાતના આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) પ્રદેશ પ્રભારી અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવના ખભા પર ચૂંટણીની રણનીતિ ઘડવાની મોટી જવાબદારી મૂકી છે. નજીકના ભવિષ્યમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના દ્રષ્ટિકોણથી લોકોએ દરેક પાર્ટી નેતા વિશે નાની મોટી વાતથી અવગત હોવું આવશ્યક છે, તેથી આજે અમે તમને આપના પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ વિશે તમામ નાની મોટી વાતો જણાવવા જઇ રહ્યા છીએ.

  કોણ છે ગુલાબસિંહ યાદવ?

  ગુલાબસિંહ યાદવનો (Gulab Singh Yadav) જન્મ 30 ઓક્ટોબર, 1978માં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજપાલ સિંહ છે. ગુલાબસિંહ યાદવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગમાં પોતાની શિક્ષા લીધી હતી અને તેઓ બારમા ધોરણ સુધી ભણેલા છે. ગુલાબ સિંહ યાદવ બે ટર્મ (2015-2020) માટે ધારાસભ્ય છે. તેઓ મટિયાલા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને આમ આદમી પાર્ટીના સભ્ય છે.

  વર્ષ 2015માં યોજાયેલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મટિયાલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને 1,27,665 વોટની જંગી બહુમતિ સાથે જીત મેળવી ભાજપના ઉમેદવાર રાજેશ ગેહલોતને હાર આપી હતી. જ્યારે વર્ષ 2020માં પણ ગુલાબસિંહે મટિયાલા બેઠક પરથી 1,39,010 મતો સાથે જંગી બહુમતિ મેળવીને ફરી એકવાર ભાજપના ઉમેદવાર રાજેશ ગેહલોતને માત આપી હતી.

  Gujarat election 2022: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- જાણો કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર ઉમિયાધામનું કેવું છે રાજકારણમાં મહત્વ


  આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર છે. જેના પગલે ગત માર્ચ મહિનામાં જ પાર્ટી દ્વારા દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવને ગુજરાતના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જાહેરાત સાથે જ ગુલાબસિંહ ગુજરાતમાં પણ જાણીતો ચહેરો બની રહ્યા છે. જોકે, રાજ્યસભા ઉમેદવાર ડો. સંદિપ પાઠકને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે.

  વસૂલીના કેસમાં લેવાયા હતા હિરાસતમાં

  વર્ષ 2016માં ઓક્ટોબર માસમાં દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પાર્ટીના ગુજરાત આપના પ્રભારી ગુલાબ સિંહ યાદવને ખંડણીના કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. યાદવની ગુજરાતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા હતા.

  પોલીસે એમ કહીને દિલ્હીના મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી કે ધારાસભ્યની પૂછપરછ કરવી પડશે, કારણ કે તે માને છે કે સંગઠિત ખંડણી ગેંગ કાર્યરત છે. 13 સપ્ટેમ્બર, 2016ના રોજ બિંદાપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 384 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યાર પછી કથિત રીતે તપાસમાં સામેલ ન થવા બદલ ધારાસભ્ય વિરુદ્ધ 14 ઓક્ટોબરે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

  એટલું જ નહીં, તેમના પર દિલ્હીના વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ હેઠળ અંદાજે 11 એફઆઇઆર નોંધવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં તેઓ 57000થી વધુ રૂપિયાનો દંડ ભરી ચૂક્યા છે.

  ગુલાબસિંહના વિપક્ષ પર ધારદાર નિવેદનો ‘ભાજપ સરકાર જ લીક છે’

  ગુલાબસિંહ યાદવ પોતાના નિવેદનો અને વિપક્ષ પર પ્રહારોને લઇને ઘણી વખત મીડિયામાં હેડલાઇન બનતા રહે છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ નેતા કૈલાશ ગઢવી, પૂજા શર્મા, એચ કે ડાબી સહિતના નેતાઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા. ત્યારે ગુજરાત સરકાર પર કટાક્ષ કરતા ગુલાબસિંહે કહ્યું હતું કે, ભાજપ 27 વર્ષથી સત્તામાં છે, પરંતુ આજે આ સરકાર 7મા ધોરણના પેપરને પણ સુરક્ષિત રાખી શકતી નથી અને આજે ગુજરાતમાં પેપર લીક થવું સામાન્ય બની ગયું છે કારણ કે ભાજપ સરકાર જ લીક થયેલ છે. આ લીકેજને ફક્ત આમ આદમી પાર્ટી જ રોકી શકશે.

  ‘આપની વિચારધારા સાથે સહમત નેતાઓનું પક્ષમાં સ્વાગત’

  ગુલાબ સિંહે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અથવા અન્ય કોઈપણ પક્ષમાં કામ કરતા દરેક નેતા અને કાર્યકર, જેમની વિચારધારા આમ આદમી પાર્ટી સાથે સુસંગત છે, તે બધા ભાઈઓ, મિત્રો, સાથીઓ જેઓ દેશભક્તિનો, પ્રામાણિકતા, માનવતાની વિચારધારા ધરાવે છે, તેમને પાર્ટીમાં જોડાવા ખુલ્લું આમંત્રણ છે.

  ‘પાટીલની વ્હાઇટ કોલર ગુંડા અને બુટલેગરની છાપ છે’

  ગત 11 મેના રોજ દિલ્હીના સીએમ અને આપના સુપ્રીમ અરવિંદ કેજરીવાલના ગુજરાત આગમનની તૈયારીઓ અંગે માહિતી આપવા યોજેલ પત્રકાર પરીષદમાં ગુલાબસિંહ યાદવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આપેલા મહાઠગ વાળા નિવેદન અંગે જડબાતોડ જવાબ આપીને સૌને વિચારમાં મૂકી દીધા હતા. ગુલાબસિંહે કહ્યું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની વ્હાઇટ કોલર ગુંડા અને બુટલેગરની છાપ છે. ભાજપ દ્વારા રાજ્યમાં ‘આપ’ને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. પણ આપ કાર્યકરો છેલ્લા શ્વાસ સુધી લડશે.

  Gujarat election 2022: સંત સમાન નેતા યોગેશ પટેલને શા માટે કરી દેવાયા સાઈડલાઈન?


  કરોડોની સંપત્તિના માલિક છે ગુલાબસિંહ

  વર્ષ 2020માં ચૂંટણી માટે ગુલાબસિંહ યાદવે આપેલ એફિડેવિટમાં તેમનની પ્રોપર્ટી અંગે ખુલાસો કર્યો હતો. જે અનુસાર, તેમણે પોતાના હાથમાં કેશ રૂ. 42,750 અને તેમની પત્નીના હાથમાં કેશ રૂ.22,400 દર્શાવ્યા હતા. જ્યારે તેમના બેંક એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ રૂ. 75,658.91 હતા.

  ગુલાબસિંહ પાસે એક ટોયોટા ઇનોવા છે, જેની કિંમત અંદાજે રૂ.રૂ. 12,18,316 છે. જ્યારે અન્ય એક કાર મહિન્દ્રા બોલેરો છે, જેની અંદાજીત કિંમત રૂ. 7,69,557 છે. આ સિવાય તેમની પાસે 157.629 ગ્રામ સોનું અને ચાંદી છે, જેની હાલ માર્કેટ વેલ્યૂ અંદાજે રૂ. 3,85,000 છે. જ્યારે તેમની પત્ની પાસે 100 ગ્રામ સોનું અને ચાંદી છે, જેની હાલ માર્કેટ વેલ્યૂ અંદાજીત રૂ. 3,85,000 છે. ગુલાબસિંહ પાસે અંદાજીત 1.5 એકર જમીન છે, જેની હાલ માર્કેટ વેલ્યૂ લગભગ રૂ. 5,00,00,000 છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन