ભાજપમાં ભડકો, ઠેર-ઠેર વિરોધ: ઝાલોદમાં 29 હોદ્દેદારોએ ધર્યા રાજીનામા

ભાજપે પોતાના 106 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ ભાજપ કફોડી સ્થિતિમાં મૂકાઈ છે. ટિકિટ ના મળતા નારાજ થયેલા ઉમેદવારો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે.

ભાજપે પોતાના 106 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ ભાજપ કફોડી સ્થિતિમાં મૂકાઈ છે. ટિકિટ ના મળતા નારાજ થયેલા ઉમેદવારો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે.

  • Share this:

ભાજપે પોતાના 106 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે, ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ ભાજપ કફોડી સ્થિતિમાં મૂકાઈ છે. ટિકિટ ના મળતા નારાજ થયેલા ઉમેદવારો ભાજપનો વિરોધ કરી રહ્યાં છે. તેવામાં ઝાલોદ વિધાનસભાના ભાજપમાં પણ ભડકો થયો છે. ઝાલોદમાં મહેશ ભુરીયાને ટિકિટ અપાતા પક્ષના કાર્યકરો નારાજ થઈ ગયા છે. તેના વિરોધમાં જિલ્લા પંચાયત સહિત 29 હોદ્દેદારોએ ધડોધડ રાજીનામાં ધરી દીધા છે. તે ઉપરાંત ગુજરાત પ્રદેશ અનુસિચત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ ભાવેશ કટારાએ પણ પોતાનું રાજીનામું ધરી દીધું છે. આમ ભાજપની મુશ્કેલીઓ ઓછી થતી દેખાઈ રહી નથી.


બે સાંસદોના બળવાના સૂર


પંચમહાલના ભાજપના સાંસદ પ્રભાતસિંહે પણ બળવો કર્યો છે. તેઓ કાલે પોતાની દાવેદારી નોંધાવવાના છે. તેમને પોતાની પત્ની માટે ટિકિટની માંગણી કરી હતી, જોકે, તેમનો પત્તો કાપી નાંખવામાં આવ્યો હતો. જેનાથી તેઓ નારાજ ચાલી રહ્યાં છે. તેમને આજે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, તેઓ એકપણ પક્ષમાં જોડાશે નહી, અને અપક્ષ ઉમેદવારી નોંધાવીને 50 હજાર મતોથી જીત મેળવશે. તેમને વધુ જણાવતા કહ્યું કે, સીટ માટે તાકાત બતાવવી જ પડે.


ડિસાના સાંસદ લીલાધર વાઘેલાએ પણ ભાજપને ચિમકી આપી છે.  લીલાધર વાઘેલાએ પોતાના પુત્ર માટે ટિકિટની માંગ કરી છે. લીલાધર વાઘેલાએ જણાવ્યું હતું કે, તેમને વર્ષોથી પાર્ટીની સેવા કરી છે, તેવામાં તેમના દિકરાને ટિકિટ આપવામાં નહી આવે તો તેઓ રાજીનામુ આપી દેશે, તે ઉપરાંત તેમને મેદાનમાં આવવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.


તે ઉપરાંત ગાંધીધામ ભાજપના 23 નગરસેવકેએ પણ રાજીનામાં ધરી દીધા છે. તેવામાં ગુજરાતમાં પોતાના પત્તા કપાનાર ઉમેદવારો નારાજ ચાલી રહ્યાં છે. આપણે જોઈશું કે, ક્યાં ઉમેદવારને આ વખતે પડતો મૂકવામાં આવ્યો છે.

કયા ઉમેદવારોની કપાઈ ટિકિટ


- નરોડાથી મંત્રી નિર્મલાબેન વાઘવાણીની કપાઈ ટિકિટ
- ગણદેવીમાં મંત્રી મંગુભાઈ પટેલની કપાઈ ટિકિટ
- સુરત પૂર્વથી રણજીત ગિલિટવાલાની ટિકિટ કપાઈ
- મોરવાહડફના ભાજપ ધારાસભ્ય નીમિષા સુથારની ટિકિટ કપાઈ
- ચોટીલાના શ્યામજી ચૌહાણની ટિકિટ કપાઈ
- ટંકારામાં બાવનજી મેતલિયાની કપાઈ ટિકિટ
- ગાંધીધામમાંથી રમેશ મહેશ્વરીની કપાઈ ટિકિટ
- ધોરાજીમાં પ્રવીણ માંકડિયાની ટિકિટ કપાઈ
- કાલાવાડમાં મેઘજી ચાવડાની કપાઈ ટિકિટ
- ખંભાતમાં સંજય પટેલની ટિકિટ કપાઈ
- ડભોઈમાં બાલકૃષ્ણ પટેલની ટિકિટ કપાઈ
- ધરમપુર અને વલસાડમાં નવા ચહેરા ઉમેરાયા
- ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબેન જાડેજાને ટિકિટ
- 12 સીટીંગ ધારાસભ્યોના કપાયા પત્તા
- 36 ઉમેદવારોના લીસ્ટમાં 7 ધારાસભ્યોને કરાયા રીપીટ
- કચ્છઃ ભાજપના રમેશ મહેશ્વરીની ટિકિટ કપાઈ
- સુરતઃ કુંવરજી હળપતિનું પત્તુ કપાતા સમર્થકોમાં રોષ
- અમદાવાદઃ ખોડિયારનગરમાં જગદીશ પંચાલનો વિરોધ
- ભાજપના કાર્યકરોએ કર્યો વિરોધ
- આણંદઃ આંકલાવમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ
- પ્રબળ દાવેદાર મનાતા પ્રદ્યુમનસિંહ છાસટીયાની ટિકિટ કપાઈ
- વલસાડઃ ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપમાં ભડકો
- દિપક ચોપડિયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે

First published: