કર્ણાટક ઈલેક્શન દેશનું પ્રથમ 'વોટ્સએપ ઈલેક્શન': વિદેશી મીડિયા

News18 Gujarati
Updated: May 16, 2018, 8:36 AM IST
કર્ણાટક ઈલેક્શન દેશનું પ્રથમ 'વોટ્સએપ ઈલેક્શન': વિદેશી મીડિયા
News18 Gujarati
Updated: May 16, 2018, 8:36 AM IST
ફેક ન્યૂઝને લઈને અવારનવાર સમાચારમાં રહેનાર વોટ્સએપ ફરીથી ચર્ચામાં છે. કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં વોટ્સએપની ભૂમિકા પર વિદેશી મીડિયાએ આ ઈલેક્શનને દેશનું પ્રથમ વોટ્સએપ ઈલેક્શન ગણાવ્યું છે.

એનડીટીવી પર છપાલેય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હવે તમે ચર્ચા અને રેલીઓને ભૂલી જાઓ, ભારતમાં હવે ઈલેક્શન વોટ્સએપ પર લડવામાં આવે છે અને જીતવામાં આવે છે. કર્ણાટકમાં ઈલેક્શન દરમિયાન બે મોટી રાજકિય પાર્ટીઓએ દાવો કર્યો છે કે, તેમની પહોંચ 20 હજાર વોટ્સએપ ગ્રુપ્સ સુધી છે અને તે મીનિટોમાં લાખો સમર્થકો સુધી પોતાનો સંદેશ પહોંચાડી શકે છે.

આમ જોવામાં આવે તો વોટ્સએપનો ઉપયોગ મોટા સ્તર પર સામ્પ્રદાયિક શાંતિને ભડકાવવા, નેતાઓના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવા, મજાક ઉડાવવા અને મગનું નામ મરી પાડવા ઉપરાંત મગ જેટલી વાતને પહાડ જેટલી કરવામાં કામમાં લેવામાં આવી રહ્યો છે. શ્રીલંકા અને મ્યાંમારમાં ઉશ્કેરણીજનક મેસેજના કારણે કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા.

ભારત વોટ્સએપનો ઘણો મોટો બજાર છે, અહી લગભગ 20 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. અહી ટેકનોલોજીને લઈને અશિક્ષા અને ડિજિટલ દુનિયા સુધી નવી-નવી પહોંચે વોટ્સએપના ઉશ્કેરણીનો ઉપયોગ વધાર્યો છે. અહી શરૂથી જ ઉશ્કેરણીજનક સૂચનાઓની લેવડ-દેવડ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા દ્વારા એક અદભૂત સફળતા મેળવીને દેશના વડાપ્રધાન બનેલ નરેન્દ્ર મોદી પોતે પણ સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. તેમની પાર્ટી બીજેપીના કેટલાક ગ્રાસરૂટ વોટ્સએપ વોરિયર્સ છે અને પાર્ટીની હજારો સમર્થકો સુધી પહોંચ છે. ક્યારેક બીજેપી સમર્થક કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે તો કોંગ્રેસના સમર્થક બીજેપીના વિરોધમાં કામ કરે છે.

ડેટા ચોરીની બાબતમાં ફસાયેલ ફેસબુક હવે વોટ્સએપને આ વિવાદોને દૂર રાખવા માંગે છે. વોટ્સએપનું કહેવું છે કે, પાછલા કેટલાક સમયમાં રાજકિય પાર્ટીઓ વોટ્સએપ દ્વાર લોકોને ઓર્ગનાઈઝ કરવાની કોશિશ કરી રહી છે. કર્ણાટક ઈલેક્શનમાં કંપનીને આ વાતનો અંદાજો મળ્યો છે કે, કેટલીક ચીજો કેવી રીતે કામ કરે છે. કેવી રીતે શું થઈ રહ્યું છે. આનાથી આવનાર વર્ષે લોકસભા ઈલેક્શનને નજરમાં રાખીને અમને સ્થિતિને સંભાળવામાં મદદ મળશે.

કંપનીનું કહેવું છે કે, જો સુરક્ષાની વાત છે તો કંપની વોટ્સએપ અને ફેસબુક બંને જગ્યાઓ પર યૂઝર્સને બ્લોક પણ કરી શકે છે. કેમ કે, વોટ્સએપ એક્ઝીક્યુટિવ કેન્ટેન્ટને સ્કેન કરી શકતું નથી પરંતુ તેઓ ફેસબુક સાથે જોડાયેલ વોટ્સએપ નંબરો અને પ્રોફાઈલ ફોટ દ્વારા અનિચ્છનીય કામ કરી શકે છે. અને ભવિષ્યમાં આવું કરવાની ઈચ્છા પણ રાખી શકે છે.
First published: May 15, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर