ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું પૂર્વોત્તર ભારત, લોકો ફફડી ઉઠ્યા
ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યું પૂર્વોત્તર ભારત, લોકો ફફડી ઉઠ્યા
દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
શિલોંગ # દેશના પૂર્વોત્તર રાજ્યો સહિત બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં આજે સવારે ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
ભૂકંપની તીવ્રતા ઓછી માત્રાની હોવાથી કોઇ જાનહાનિના સમાચાર નથી મળ્યા. કેન્દ્રીય ભૂકંપ કેન્દ્રના ભૂકંપ વૈજ્ઞાનિકોના જણાવ્યા અમુસાર આ ભૂકંપ વહેલી સવારે પોણા ચાર વાગે આવ્યો હતો. જેની તીવ્રતા 4.9 રિક્ટર સ્કેલ નોંધાઇ હતી.
બાંગ્લાદેશના સરહદી વિસ્તારથી જોડાયેલા અસમના કરીમગંજ જિલ્લામાં ભૂકંપનું કેન્દ્ર બિન્દુ હોવાનું જાણવા મળી રહ્યું છે. અસમના કેટલા વિસ્તારો, મેઘાલય, પૂર્વાત્તરથી જોડાયેલા કેટલાક વિસ્તાર ઉપરાંત બાંગ્લાદેશ સહિત કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા 10થી 12 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર