Home /News /politics /

મિસાઇલમેન ડો. અબ્દૂલ કલામે પૃથ્વીથી ભરી અંતિમ ઉડાન, શિલોંગમાં લીધા અંતિમ શ્વાસ

મિસાઇલમેન ડો. અબ્દૂલ કલામે પૃથ્વીથી ભરી અંતિમ ઉડાન, શિલોંગમાં લીધા અંતિમ શ્વાસ

વિજ્ઞાન અને એમાંય ખાસ કરીને અંતરીક્ષ ક્ષેત્રે ભારતને વિશ્વમાં નામના અપાવનારા ભારત રત્ન મિસાઇલ મેન એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે સોમવારે પૃથ્વીથી પોતાની આખરી ઉડાન ભરી. અાજે સાંજે આઇઆઇએમ ખાતે એક કાર્યક્રમમાં તેઓ વકતવ્ય આપી રહ્યા એ સમયે એમને હ્રદયરોગનો હુમલો આવતાં શિલોંગની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લેતાં દેશવાસીઓએ વિદ્યાર્થીઓના વિજ્ઞાન માર્ગદર્શક અને દેશે મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
નવી દિલ્હી # વિજ્ઞાન અને એમાંય ખાસ કરીને અંતરીક્ષ ક્ષેત્રે ભારતને વિશ્વમાં નામના અપાવનારા ભારત રત્ન મિસાઇલ મેન એવા પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે સોમવારે પૃથ્વીથી પોતાની આખરી ઉડાન ભરી. અાજે સાંજે આઇઆઇએમ ખાતે એક કાર્યક્રમમાં તેઓ વકતવ્ય આપી રહ્યા એ સમયે એમને હ્રદયરોગનો હુમલો આવતાં શિલોંગની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લેતાં દેશવાસીઓએ વિદ્યાર્થીઓના વિજ્ઞાન માર્ગદર્શક અને દેશે મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ `ભારત રત્ન' ડો એ.પી.જે અબ્દૂલ કલામની તબીયત બગડતા તેઓને તુરંત જ નજીકની હોસ્પીટલ ખાતે ભર્તી કરાયા હતાં. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિ આજે સાંજે આઇઆઇએમ ખાતે એક વ્યાખ્યાન આપી રહ્યાં હતાં ત્યારે કલામને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ મંચ પરથી પડી જતાં બેહોશ થઇ ગયા હતાં. તેઓને બેહોશીની હાલતમાં શિલોંગની હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યાં હતાં. મેધાલયના રાજ્યપાલ અને મુખ્ય સચિવ કલામની ખબર જોવા પહોચ્યાં જ્યાં કલામને ભર્તી કરવામાં આવ્યા હતાં. ડોક્ટરોએ જ્યારે અબ્દૂલ કલામને જોયા બાદ તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. કલામના અંતિમ સંસ્કાર રામેશ્વરમ ખાતે કરવામાં આવશે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ `ભારત રત્ન' ડો એ.પી.જે અબ્દૂલ કલામનો જન્મ એક નાવિકના ઘરે થયો હતો. કલામનો જન્મ 15 ઓક્ટોબર 1931માં તામિનાડૂના રામેશ્વરમ ખાતે થયો હતો. 1963માં કલામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન, ઇસરો સાથે જોડાયા હતાં. અને સેટેલાઇટ લોન્સ વેહિકલ એસએલવી ના પ્રોજેક્ટ મિશન સાથે જોડાયા હતાં. કલામે પોતાની મહેનતથી વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને ભારતના દેશના રાષ્ટ્રપતિ પદ સુધી સફળતા મેળવી, કલામ ભારતના 11માં રાષ્ટ્રપતિ હતાં. તેઓને મિસાઇલમેન તરીકે ઓળખાતા હતાં. તેમનું 83 વર્ષની વયે થયું નિધન. પ્રધાનમંત્રીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે.
First published:

Tags: આઇઆઇએમ

આગામી સમાચાર