પગાર ના મળતાં નારાજ એમસીડી કર્મચારીઓનું હલ્લાબોલ, કચેરી પર ફેંક્યો કચરો

રાજધાની દિલ્હીમાં એમસીડી કર્મચારીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. કેજરીવાલ સરકાર અને દિલ્હી સરકાર નગર નિગમ વચ્ચે ચાલી રહેલી ખેંચમતાણી વચ્ચે કર્મચારીઓનો ખો નીકળી રહ્યો છે. દોઢ લાખ કર્મચારીઓ હડતાળ પર છે જેને પગલે સ્કૂલમાં શિક્ષણ બગડી રહ્યું છે તો રસ્તા પર સફાઇ પણ અટકી ગઇ છે.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # રાજધાની દિલ્હીમાં એમસીડી કર્મચારીઓની હડતાળનો આજે ત્રીજો દિવસ છે. કેજરીવાલ સરકાર અને દિલ્હી સરકાર નગર નિગમ વચ્ચે ચાલી રહેલી ખેંચમતાણી વચ્ચે કર્મચારીઓનો ખો નીકળી રહ્યો છે. દોઢ લાખ કર્મચારીઓ હડતાળ પર છે જેને પગલે સ્કૂલમાં શિક્ષણ બગડી રહ્યું છે તો રસ્તા પર સફાઇ પણ અટકી ગઇ છે.

રસ્તા પર ઠેર ઠેર કચરો જમા થઇ રહ્યો છે, તો બીજી તરફ નારાજ કર્મચારીઓએ આ મામલે લક્ષ્મીનગરના ધારાસભ્ય નિતિન ત્યાગીના કાર્યાલયની બહાર કચરો ફેંક્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે, એમને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી.

એમસીડી કર્મચારીઓ પોતાની હડતાળને આગળ વધારવા માંગે છે. હડતાળના બીજા દિવસે કર્મચારીઓએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાના કાર્યાલય બહાર પણ કચરો એકઠો કર્યો હતો. આ ઘટના બાદ મનીષ સિસોદીયાએ એમસીડી ભંગ કરવાની ભલામણ કરી હતી. તો મેયરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રામલીલી મેદાનમાં ચર્ચા કરવાનો પણ પડકાર ફેંક્યો છે.
First published: