TDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

News18 Gujarati
Updated: March 27, 2018, 8:25 AM IST
TDP અને YSRC બાદ હવે કોંગ્રેસ લાવશે અવિશ્વાસનો પ્રસ્તાવ

  • Share this:
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા હેઠળ ચાલતી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની સરકારની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધવાની છે. મુખ્ય વિપક્ષી પક્ષ મંગળવારે એનડીએ સરકાર વિરૂદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્વાવ લાવવા જઈ રહી છે. કોંગ્રેસે તે માટે ચિઠ્ઠી લખીને બધી જ પક્ષો પાસે અવિશ્વાસ પસ્તાવ માટે સમર્થનની અપીલ કરી છે.

લોકસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ 23 માર્ચે આ બાબતમાં લોકસભા સ્પીકર સુમિત્રા મહાજનને એક ચિઠ્ઠી લખી હતી. જણાવી દઈએ કે, લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સ્પીકરના નોટિફિકેશનની જરૂરત હોય છે.

કેમ લાવવામાં આવી રહ્યો છે અવિશ્વાસનો પ્રસ્તાવ ?

અસલમાં 2019ના લોકસભા ઈલેક્શનથી પહેલા જ રાજકીય પક્ષો પોતાના વોટરોને તે જણાવવા ઈચ્છે છે કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર સાથે છે અથવા સરકારના વિરોધમાં ઉભા છે અને વિરોધ છે તો કેવા મુદ્દાઓ પર છે. આ મુદ્દાઓને લઈને જ કોંગ્રેસ મંગળવનારે એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા જઈ રહી છે.

આ તક અસલમાં તે બધા જ પક્ષોને એક કરવાની છે જે સરકારના વિરોધમાં ઉભા થઈને 2019ના ઈલેક્શનમાં માહોલ તૈયાર કરી શકે. કેટલાક દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીની પૂર્વ અધ્યક્ષ અને યૂપીએ ચેયરપર્સન સોનિયા ગાંધીએ પોતાના ઘર પર બધા જ વિપક્ષી દળોને ડિનર પર નિમંત્રણ આપીને એક કરવાની કોશિશ કરી હતી. પરંતુ ખાસ વાત તે છે કે, તે ડિનર પાર્ટીમાં ટીએમસીના પ્રતિનિધી તો હતા, પરંતુ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જિ પોતે આવી નહતી. મમતા કેટલાક દળો સાથે મળીને ગેર-બીજેપી અને ગેર-કોંગ્રેસી ગઠબંધન બનાવવા માંગે છે.

હવે શરદ પાવરની ડિનર ડિપ્લોમેસીએવામાં જો યૂપીએને મજબૂત કરવી છે તો એક એવો ચહેરો સામે આવે જેને બધા જ પસંદ કરે. આ કામ માટે એનસીપી નેતા શરદ પવાર સૌથી મોટા દાવેદાર નજર આવી રહ્યાં છે. મંગળવારે સાંજે બધા જ વિપક્ષી દળોને ડિનર પર બોલાવ્યા છે. તેનાથી પહેલા તેમની મુલાકાત બેનર્જીથી અલગથી પણ થઈ શકે છે. મમતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી શકે છે. બીજી તરફ અખિલેશ યાદવ અને માયાવતી સાથે આવવા પર વિપક્ષ ઉત્સાહિત નજરે પડી રહ્યું છે.

સંસદમાં શુ છે કોંગ્રેસની પોઝિશન?

કોંગ્રેસ પાસે 48 સાંસદ છે, આમ સરકાર વિરૂદ્ધ પસ્તાવ લાવવા માટે જરૂરી 50 સાંસદોનો આંકડો આરામથી ભેગો થઈ જશે. આના સાથે જ લેફ્ટ ફ્રન્ટ, આપ અને બાકીના વિપક્ષ દળો પણ સરકાર વિરૂદ્ધ એક થઈ ચૂક્યા છે. આ રીતે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પસ્તાવ લાવવામાં કોઈ જ મુશ્કેલી પડશે નહી.

ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસ પહેલા જ કરી ચૂક્યા છે કોશિશ
જણાવી દઈએ કે, આનાથી પહેલા આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબૂ નાયડૂની તેલુગૂ દેશમ પાર્ટી (TDP) અને તેમના પ્રખર વિરોધી જગન મોહન રેડ્ડીની વાઈએસઆર કોંગ્રેસે પણ એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી હતી.

ટીડીપી અને વાઈએસ કોંગ્રેસે એનડીએ સરકાર વિરૂદ્ધ પાછલા સોમવારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી હતી. પરંતુ હંગામા બાદ સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા સંસદની કાર્યવાહી સ્ટોપ કરી દેતા બંને પાર્ટીઓની કોશિશ નિષ્ફળ રહી હતી. હંગામાવના કારણે રાજ્યસભામાં પણ કોઈ જ કામકાજ થઈ શક્યો નહતો.

પાછલા સોમવારે જ્યાં રાજ્યસભાની કાર્યવાહી આખો દિવસ માટે સ્થિગિત કરી, તો બીજી બાજુ લોકસભાના બપોર સુધી સ્થગિત રહી. ત્યાર બાદ કેટલાક સમય માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી પરંતુ વિપક્ષે ફરીથી હંગામો કરતા લોકસભાને આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

તે ઉપરાંત એનડીએથી નારાજ આંધ્રના સીએમ અને ટીડીપી અધ્યક્ષ ચંદ્રબાબૂ નાયડૂએ પોતાના બંને મંત્રીઓને મોદી કેબિનેટથી પાછા બોલાવી લીધા હતા. નાયડૂએ ટીડીપી એમપી અને વરિષ્ઠ નેતાઓને બીજી પાર્ટીઓના નેતાઓને અપિલ કરવાનું કહ્યું હતું કે, તેઓ એનડીએ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવનો સમર્થન કરે.
First published: March 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading