Home /News /politics /

સેક્સ CD કેસમાં હાર્દિક વિરૂદ્ધ મહિલા આયોગમાં નોંધાઈ ફરિયાદ

સેક્સ CD કેસમાં હાર્દિક વિરૂદ્ધ મહિલા આયોગમાં નોંધાઈ ફરિયાદ

કથિત સેક્સ સીડી બાબતે હાર્દિક પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાષ્ટ્રીય મહિલા આયોગમાં નોંધાયલે ફરિયાદમાં સીડી કેસને લઈને હાર્દિકને સમન મોકલવા અને તેના વિરૂદ્ધ એફઆરઆઈ નોંધવાની માગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, કેટલાક દિવસ પહેલા હાર્દિક પટેલની કથિત રૂપે બે સેક્સ સીડીઓ લિક થવાથી હંગામો ઉભો થઈ ગયો હતો. એક સીડીમાં હાર્દિક કોઈ એક રૂમમાં એક યુવતિ સાથે નજરે પડે છે, જ્યારે બીજી અન્ય એક સીડીમાં તેના મિત્રો અને એક યુવતિ નજરે પડે છે. કથિત સેક્સ સીડીને લઈને પાટીદાર અનામત આંદોલન પાર્ટી (PAAS)એ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે, ગુજરાત વિધાનસભા ઈલેક્શન હોવાના કારણે હાર્દિકને બદનામ કરવા માટે આવી સીડી બનાવવામાં આવી છે.

તે ઉપરાંત હાર્દિકના સહયોગી દિનેશ બાભણિયાએ આરોપ લગાવ્યો હતો કે, સુરતના બિલ્ડર વિમલ પટેલ, જીતુ વાઘાણી તરફથી આ સીડી બનાવડાવામાં આવી છે. પાસ કન્વિનરોએ તે પણ આરોપ લગાવ્યો હતો કે, આવી કુલ 52 સીડીઓ બનાવવામાં આવી છે, જેમાં 22 હાર્દિક પટેલની છે, બાકી પાર્ટીઓના પદાધિકારીઓની છે. બધી જ સીડીઓ ભારતની બહાર મોર્ફ કરવામાં આવી છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, તેની પાસે આ વિશે કોઈ પુરાવા નથી.

First published:

Tags: National commission for women, Pass, Sex cd, ભાજપ, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन