યોગી સરકારની એકશનથી મંત્રીઓ ટેન્શનમાં, મોંઘી હોટલમાં નહીં રોકાઇ શકે, જાણો શું છે નવી આચારસંહિતા

Haresh Suthar | News18 Gujarati
Updated: April 18, 2017, 12:16 PM IST
યોગી સરકારની એકશનથી મંત્રીઓ ટેન્શનમાં, મોંઘી હોટલમાં નહીં રોકાઇ શકે, જાણો શું છે નવી આચારસંહિતા
ઉત્તરપ્રદેશમાં જ્યારથી યોગી શાસન આવ્યું છે ત્યારથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે વિવિધ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં યોગી સરકારે પોતાના મંત્રીઓ સામે હવે કોરડો વીંઝ્યો છે. મંત્રીઓને ભેટ લેવા મામલે કેટલાક નિયમો બનાવ્યા છે. જે અનુસાર મંત્રીઓને 5000થી વધુ મોંઘી ભેટ ન સ્વીકારવા અને હોટલમાં ન રોકાવા માટે તાકીદ કરવામાં આવી છે.

  • Share this:
નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં જ્યારથી યોગી શાસન આવ્યું છે ત્યારથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે વિવિધ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં યોગી સરકારે પોતાના મંત્રીઓ સામે હવે કોરડો વીંઝ્યો છે. મંત્રીઓને ભેટ લેવા મામલે કેટલાક નિયમો બનાવ્યા છે. જે અનુસાર મંત્રીઓને 5000થી વધુ મોંઘી ભેટ ન સ્વીકારવા અને હોટલમાં ન રોકાવા માટે તાકીદ કરવામાં આવી છે.

સીએમ આદિત્યનાથની યૂપી સરકારે મંગળવારે પોતાના 30 દિવસ પૂરા કર્યા છે. યોગીએ એક નવો નિર્ણય લેતાં પોતાના મંત્રીઓ માટે એક આચારસંહિતા બનાવી છે. આ આચારસંહિતામાં સ્પષ્ટ કરાયું છે કે કોઇ પણ મંત્રી મોંઘી હોટલોમાં નહીં રોકાય અને રૂ.5000 કરતાં મોંઘી કોઇ ભેટ સોગાદ નહીં લઇ શકે.

મંત્રીઓ માટે શું છે નવી આચારસંહિતા? જાણો

1. યોગીએ મંત્રીઓને સરકારી મુલાકાત વખતે મોંઘી હોટલોમાં રોકાવાને બદલે સર્કિટ હાઉસમાં જ રોકાવા આદેશ કર્યો છે.

2. યોગીએ આચારસંહિતામાં સ્પષ્ટ કર્યું છે કે કોઇ પણ મંત્રી 5000 રૂપિયા કરતાં મોંઘી કોઇ પણ ભેટ સોગાદ નહીં લઇ શકે. જો એનાથી મોંઘી કોઇ ભેટ હોય તો એને સરકારી ખજાનામાં જમા કરવાની રહેશે.

3. એવો કોઇ વેપાર ધંધો ન કરવો કે જે સરકાર કે સરકારી કોઇ યોજના સાથે જોડાયેલ હોય.4. ટેન્ડર, ભાડાપટ્ટા સહિતની બાબતોથી પણ મંત્રીઓને દુર રહેવા તાકીદ કરવામાં આવી છે. કોઇ સગા સંબંધી કે તે પોતે સરકારી વિભાગમાં ટેન્ડર કે ઠેકો ન લે.

5. મંત્રીઓ મોટી મિજબાનીઓથી દુર રહે,

6. દર વર્ષે 31 માર્ચ સુધી પોતાની તમામ સંપત્તિ જાહેર કરે. સોના ચાંદીના દાગીનાની પણ વિગત આપે.
First published: April 18, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading