દુશ્મનો પર નજર રાખવા માટે ચીને લોન્ચ કર્યો ગાઓફેન-3

Haresh Suthar | Pradesh18
Updated: August 11, 2016, 1:08 PM IST
દુશ્મનો પર નજર રાખવા માટે ચીને લોન્ચ કર્યો ગાઓફેન-3
ચીને એક ઉચ્ચ ક્ષમતાવાળો ઉપગ્રહ લોન્ચ કર્યો છે જે જમીન સરહદો અને વૈશ્વિક મહત્વપૂર્ણ સ્થળો ઉપરતાં સમુદ્રી સરહદી સ્થળોની લેટેસ્ટ અને ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લઇ શકશે. કેટલાક સપ્તાહ પહેલા એક આંતર રાષ્ટ્રીય કોર્ટે વિવાદાસ્પદ દક્ષિણ ચીન સાગરમાં એના દાવાને ફગાવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: August 11, 2016, 1:08 PM IST
  • Share this:
બીજિંગ #ચીને એક ઉચ્ચ ક્ષમતાવાળો ઉપગ્રહ લોન્ચ કર્યો છે જે જમીન સરહદો અને વૈશ્વિક મહત્વપૂર્ણ સ્થળો ઉપરતાં સમુદ્રી સરહદી સ્થળોની લેટેસ્ટ અને ઉચ્ચ ગુણવત્તાની તસ્વીરો લઇ શકશે. કેટલાક સપ્તાહ પહેલા એક આંતર રાષ્ટ્રીય કોર્ટે વિવાદાસ્પદ દક્ષિણ ચીન સાગરમાં એના દાવાને ફગાવ્યો હતો.

ઉચ્ચ ક્ષમતાવાળા સિંથેટીક એપર્ચર રડાર (એસએઆર) ઉપગ્રહને ઉત્તરી શાંક્શી પ્રાંતના તેયુઆન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી લોન્ચ માર્ચ સી રોકેટના માધ્યમથી છોડવામાં આવ્યો છે. આ ઉપગ્રહનું બીજુ નામ ગાઓફન-3 છે. આ લોન્ગમાર્ચ રોકેટની 233મી ઉડાન હતી.

ચીનનો પહેલો એસએઆર ઇમેજિંગ ઉપગ્રહ જે માત્ર એક મીટર દુરની જ સ્પષ્ટ તસ્વીર લઇ શકે છે તો આ ઉપગ્રહ દુનિયાભરમાં તમામ સિઝનમાં 24 કલાક બાજ નજર રાખી શકે એમ છે. આ ઉપગ્રહનો ઉપયોગ આપત્તિના સમયે ચેતવણી આપવા, મોસનની સ્થિતિ જાણવા, જળ સંશાધનોનું આકલન કરવા તથા સમુદ્રી વિસ્તારમાં વોચ રાખવા માટે કરાશે.

આ ઉપગ્રહ એવા સમયે પ્રક્ષેપિત કરાયો છે જ્યારે ગત મહિને ન્યાયાધિકારના એ ફેંસલા બાદ દક્ષિણ ચીન સાગર પર પોતાનું નિયંત્રણ દ્રઢતાથી સ્થાપિત કરવામાં લાગ્યું છે. જેમાં તમામ વિવાદાસ્પદ વિસ્તારના દાવાને આંતર રાષ્ટ્રીય કોર્ટે રદ કર્યો હતો. ફિલીપિન, વિયેતનામ, મલેશિયા, બ્રુનેઇ તથા તાઇવાન પણ આ સાગર પર પોતાનો દાવો કરી રહ્યા છે.
First published: August 11, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading