ટેપકાંડમાં ફસાયેલા અમિત જોગીને કોંગ્રેસે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

Parthesh Nair | IBN7
Updated: January 6, 2016, 7:21 PM IST
ટેપકાંડમાં ફસાયેલા અમિત જોગીને કોંગ્રેસે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
નવી દિલ્હી# ટેપકાંડમાં નામ આવ્યા બાદ છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીના પુત્ર અને કોંગ્રેસના નેતા અમિત જોગીને છત્તીસગઢ કોંગ્રેસ કમિટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન અને CWC સભ્ય અજિત જોગીના સસ્પેન્શન માટે પણ PCC એ AICC ને પ્રસ્તાવ મોકલ્યો છે.

  • IBN7
  • Last Updated: January 6, 2016, 7:21 PM IST
  • Share this:
નવી દિલ્હી# ટેપકાંડમાં નામ આવ્યા બાદ છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીના પુત્ર અને કોંગ્રેસના નેતા અમિત જોગીને છત્તીસગઢ કોંગ્રેસ કમિટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પૂર્વ મુખ્યપ્રધાન અને CWC સભ્ય અજિત જોગીના સસ્પેન્શન માટે પણ PCC એ AICC ને પ્રસ્તાવ મોકલ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ છત્તીસગઢના રાજકારણમાં ભૂકંપ સર્જાનારીઓડિયો ટેપ જાહેર કરવામાં આવી હતી, જેમાં ગત વર્ષે કાંકેરની અંતાગઢ વિધાનસભા મતવિસ્તારની સીટને લઇને સોદાબાજીનો ઘટસ્ફોડ થયો હતો. 13 સપ્ટેમ્બર 2014એ છત્તીસગઢના કાંકેર જિલ્લાના અંતાગઢ વિધાનસભા મતવિસ્તારની સીટ પર બાયઇલેક્શનમાં કોંગ્રેસે મંતુરામ પવારને, તો બીજેપીએ ભોજરાજ નાગને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.

આ સીટ પરથી ભોજરાજ નાગ ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસના મંતુરામ પવારે ચૂંટણીના ઠીક અગાઉ પોતાનું નામ પરત ખેંચી લીધું હતુ. જેને લઇને બીજેપી સહેલાઇથી જીતી ગઇ હતી. ઓડિયો ટેપમાં વાતચીતની રેકોર્ડિંગમાં વાત સામે આવી હતી કે, આ સીટને લઇને સોદાબાજી થઇ હતી. આ સોદાબાજીના દરમિયાન છત્તીસગઢના સીએમ રમણ સિંહના જમાઇ પુનિત ગુપ્તા, પૂર્વ સીએમ અજિત જોગી અને અમિત જોગીનો ઉલ્લેખ છે.
First published: January 6, 2016, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading