Home /News /politics /

ગુનાહિત રેકર્ડ ધરાવતા નેતાઓ થઈ જશે રાજનીતિથી બહાર, થયો મોટો નિર્ણય

ગુનાહિત રેકર્ડ ધરાવતા નેતાઓ થઈ જશે રાજનીતિથી બહાર, થયો મોટો નિર્ણય

દેશભરના ગુનાખોર નેતાઓના કેસોનું ઝડપી નિવારણ લાવવા માટે સુપ્રિમ કોર્ટના કહેવા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશભરમાં 12 નવી સ્પેશ્યલ અદાલતો બનાવશે. સુપ્રિમ કોર્ટમાં સૌપવામાં આવેલ સૌંગદનામામાં કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, આવી અદાલતોની એક વર્ષની અંદર રચના કરી દેવામાં આવશે. આ 12 અદાલતોની રચના કરવા માટે સરકારે 7.8 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જણાવી દઈએ કે, દેશભરમાં સેકન્ડો રાજનેતાઓ છે જેમના પર કેસ ચાલી રહ્યાં છે. જોકે, કેસનું નિવારણ ઝડપી ના આવવાના કારણે નેતા ઘણીવાર ચૂંટણી જીતીને સંસદ અથવા વિધાન સભામાં પહોંચી જાય છે, જ્યારે નિયમાનુસાર એક વાર દોષિત સાબિત થયેલા કોઈપણ MP અને MLAની સભ્યાતા જનપ્રતિનિધિ કાયદા હેઠળ સ્વયં સમાપ્ત થઈ જાય છે, પરંતુ અપરાધી નેતાઓ કાયદાની આંટીઘૂંટીમાં ફસાવીને પોતાની સદસ્યતાને બચાવતા રહે છે.

પાછલા મહિને નવેમ્બરમાં સુપ્રિમ કોર્ટે આરોપી નેતાઓ પર ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી. ચૂંટણી કમિશનની અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારથી સ્પેશ્યલ કોર્ટ બનાવવાની સંભાવનાઓ પર કેન્દ્રીય કાયદા મંત્રાલયને 6 અઠવાડિયામાં સોંગદનામું આપવાનું કહેવામાં આવ્યું છે. આ બાબતે પહેલા કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, અમે સ્પેશ્યલ કોર્ટ માટે તેયાર છીએ પરંતુ આ રાજ્યોની બાબત છે. ત્યારે કોર્ટે કેન્દ્ર સરકારે આડે હાથે લેતા કહ્યું હતું કે, તમે સેન્ટ્રલ ફંડથી સ્પેશ્યલ કોર્ટ બનાવવાની વ્યવસ્થા કરો. કોર્ટે આવતી સુનવણી પર કોર્ટની સંખ્યા અને તેના માટે ફંડ માટેની જાણકારી માંગી છે.

સુપ્રિમ કોર્ટ અનુસાર આ સ્પેશ્યલ કોર્ટ્સ સ્પીડી ટ્રાયલ થશે. જેથી ઝડપી ગુનાહિત પ્રવૃતિમાં સંડાવાયેલા નેતાઓના કેસ પર નિર્ણય લેવામાં આવી શકે અને તેમને રાજનીતિમાંથી બહાર કરવામાં આવી શકે. જણાવી દઈએ કે, સુનવણી દરમિયાન અરજી કરનારને પણ ખખડાવી હતી, જેને કોઈ જ યોગ્ય પુરાવા વગર આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં રાજનીતિનું અપરાધીકરણ થઈ ગયું છે.
First published:

Tags: ધારાસભ્ય, સાંસદ

આગામી સમાચાર