કોલસા કૌભાંડઃ CBIએ ભૂતપૂર્વ PM મનમોહન સિંહને આપી ક્લીનચીટ

નવી દિલ્હી# ભૂતપૂર્વ PM મનમોહન સિંહને સમન્સ પાઠવવાની વિનંતીનો વિરોધ કરતા સીબીઆઇએ વિશેષ અદાલતને કહ્યું કે, એ વાતના કોઇ પુરાવા નથી, કે જે પ્રથમદર્શી એ સંકેત આપે છે કે, તેઓ નવીન જિંદાલ ગ્રુપની કંપનીઓને કોલ બ્લોકની ફાળવણીના કાવતરાના સામેલ હતા.

નવી દિલ્હી# ભૂતપૂર્વ PM મનમોહન સિંહને સમન્સ પાઠવવાની વિનંતીનો વિરોધ કરતા સીબીઆઇએ વિશેષ અદાલતને કહ્યું કે, એ વાતના કોઇ પુરાવા નથી, કે જે પ્રથમદર્શી એ સંકેત આપે છે કે, તેઓ નવીન જિંદાલ ગ્રુપની કંપનીઓને કોલ બ્લોકની ફાળવણીના કાવતરાના સામેલ હતા.

  • IBN7
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી# ભૂતપૂર્વ PM મનમોહન સિંહને સમન્સ પાઠવવાની વિનંતીનો વિરોધ કરતા સીબીઆઇએ વિશેષ અદાલતને કહ્યું કે, એ વાતના કોઇ પુરાવા નથી, કે જે પ્રથમદર્શી એ સંકેત આપે છે કે, તેઓ નવીન જિંદાલ ગ્રુપની કંપનીઓને કોલ બ્લોકની ફાળવણીના કાવતરાના સામેલ હતા. ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાની અરજી પર દલીલ આપતા ખાસ સરકારી વકીલ આર.એસ.ચીમાએ કોર્ટને કહ્યું કે, અરજીમાં કોઇ દમ નથી. કોડાએ સિંહ અને બે અન્યને કોલસા કૌભાંડમાં વધારાના આરોપી તરીકે સમન્સ પાઠવવાની માગ કરી હતી.

ચીમાએ ખાસ સીબીઆઇ ન્યાયાધિશ ભરત પરાશરને કહ્યું કે, મામલાના રેકોર્ડ પ્રથમદર્શી માં પણ સંકેત નથી મળતા કે, તત્કાલીન વડાપ્રધાન, જે તે સમય કોલસા મંત્રી પણ હતા, તેમનું કોઇપણ રીતે કોઇપણ આરોપી સાથે સાંઠગાંઠ હતી અને એ વાતને દર્શાવા માટે કોઇ પુરાવા નથી કે સમગ્ર પ્રક્રિયામાં તેમણે યાંત્રિક રીતે કામ કર્યુ.

ચીમાએ કહ્યું કે, હાલનું આવેદન આરોપી વ્યક્તિની તરફથી હાલ કેસને ના માત્ર વિલંભ કરવા પરંતુ કોર્ટનું ધ્યાન મામલાથી બીજી તરફ બે ધ્યાન કરવાની યોજના છે. વકીલે એ પણ કહ્યું કે, મામલામાં સીબીઆઇએ વિસ્તૃત અને પુરી તપાસ કરી છે અને કોર્ટે કોડા સહીત 15 આરોપીઓને સમન્સ પાઠવવા અંગે કોઇ ભૂલ દેખાઇ નથી. તેમના વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરાયું હતુ.
First published: