ભાજપનો વળતો ઘા, એક મા પોતાના બિનલાયક પુત્ર માટે પાર્ટી બરબાદ કરી રહી છે!

Haresh Suthar | News18
Updated: September 28, 2015, 4:47 PM IST
ભાજપનો વળતો ઘા, એક મા પોતાના બિનલાયક પુત્ર માટે પાર્ટી બરબાદ કરી રહી છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યૂએસ પ્રવાસને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ બંને તરફે દોષારોપણનો મારો ચાલી રહ્યો છે. ખાસ કરીને મોદીના માતાને લઇને રાજકારણ તેજ થયું છે. મોદીના નિવેદનને લઇને કોંગ્રેસે મોદી પર હુમલો કર્યો તો સામે પક્ષે ભાજપે વળતો ઘા કરતાં કહ્યું કે, એક મા પોતાના બિનલાયક પુત્ર માટે પાર્ટી બરબાદ કરી રહી છે.

  • News18
  • Last Updated: September 28, 2015, 4:47 PM IST
  • Share this:
નવી દિલ્હી # વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યૂએસ પ્રવાસને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ-કોંગ્રેસ બંને તરફે દોષારોપણનો મારો ચાલી રહ્યો છે. ખાસ કરીને મોદીના માતાને લઇને રાજકારણ તેજ થયું છે. મોદીના નિવેદનને લઇને કોંગ્રેસે મોદી પર હુમલો કર્યો તો સામે પક્ષે ભાજપે વળતો ઘા કરતાં કહ્યું કે, એક મા પોતાના બિનલાયક પુત્ર માટે પાર્ટી બરબાદ કરી રહી છે.

કોંગ્રેસ તરફથી આનંદ શર્માએ મોદી સામે નિશાન સાધ્યું તો સામે પક્ષે ભાજપ તરફથી એમ જે અકબરે વળતો ઘા કર્યો છે. અકબરે કહ્યું કે, વડાપ્રધાન મોદીને અમેરિકામાં મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે કોંગ્રેસ બળી રહી છે.

અકબરે કહ્યું કે, વડાપ્રધાન પોતાની માતાને યાદ કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસમાં એક મા પોતાના બિનલાયક પુત્ર માટે પક્ષપાત કરી પાર્ટીને બરબાદ કરી રહી છે. રાહુલ ભારતીય રાજનીતિમાં એક બગડેલું બાળક છે. અમેરિકામાં છુપાવાને બદલે, પોતાની તસ્વીરો પોસ્ટ કરવાને બદલે રાહુલે એ જણાવવું જોઇએ કે તે શું કરી રહ્યા હતા.

આનંદ શર્માએ મોદીએ અમેરિકામાં કરેલા નિવેદન અંગે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મોદી માત્ર આઇ-મી, માયસેલ્ફ વિચારના છે. શું તમે એવા નેતા જોયા છે કે જે પોતાને આ હદે રજુ કરે. તે લાગણીવશ થવાનું પણ નાટક કરે છે. તે પોતાની માતા અંગે પણ જુઠ્ઠુ બોલે છે. એમની માતાએ લોકોના ઘરોમાં વાસણ નથી માંઝ્યા, પીએમે પોતાની માતાનું અપમાન કર્યું છે.
First published: September 28, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading