Home /News /politics /

અડવાણીએ મૌન તોડ્યું કહ્યું 'પ્રણવ અને ભાગવતના ભાષણથી દેશમાં સહિષ્ણુતા વધશે'

અડવાણીએ મૌન તોડ્યું કહ્યું 'પ્રણવ અને ભાગવતના ભાષણથી દેશમાં સહિષ્ણુતા વધશે'

  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંઘના કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, અડવાણીએ કહ્યું કે પ્રણવ મુખરજીનો નાગપુર પ્રવાસ ઇતિહાસની મહત્વપૂર્ણ ઘટના છે, તેઓએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિના ભાષણથી દેશમાં સહિષ્ણુતા, સોહાર્દ અને સહયોગનું વાતવરણ બનવામાં મદદ મળશે.

  સંઘના એક સમયે સ્વયંસેવક રહી ચૂકેલા અડવાણીએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને કાર્યક્રમમાં નિમંત્રણ આપવું એક સારી બાબત છે, તેઓએ કહ્યું કે મોહન ભાગવત અને પ્રણવ મુખરજીના ભાષણમાં સંયોગ અને જીવંતતા સ્પષ્ટ દેખાય છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે ભાગવત અને પ્રણવ મુખરજીની વૈચારિક માન્યતાઓ અને મતભેદોથી આગળ વધીને સંવાદનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

  પોતાના નિવેદનમાં અડવાણીએ કહ્યું કે બંનેએ ભારતની એકતાનો દાખલો આપ્યો, જે તમામ વિવિધતાઓ અને આસ્થાઓની બહુમતીને સ્વીકાર અને સમ્માન કરે છે, તેઓએ ભાગવતના નેતૃત્વમાં આરએસએસના વિસ્તાર અને સંવાદની ભાવનામાં દેશને વિવિધ વર્ગ સુધી પહોંચાડવાના પ્રયાસમાં વધારો થવા પર ખુશી વ્યક્ત કરી છે.

  અડવાણીએ કહ્યું સ્પષ્ટ અને પરસ્પર આદરની કરીને આવા પ્રકારના સંવાદ આપણા સપનાના ભારત માટે ખૂબ જ જરૂરી છે, આવા સંવાદથી દેશમાં સહિષ્ણુતાનું વાતાવરણ, સદ્ભાવના અને સહયોગનું વાતાવરણ સ્થાપવામાં મદદ મળશે.

  પ્રણવ મુખરજીના વખાણ કરતાં અડવાણીએ કહ્યું કે તેઓએ આરએસએસનું આમંત્રણ સ્વીકારી શિષ્ટતા અને સદ્ભાવના દેખાડી છે, તેઓએ મુખરજી માટે કહ્યું કે તેમના વ્યવહાર અને સાર્વજનિક જીવનના લાંબા અને વિવિધ અનુભવે તેઓને એવા રાજકારણી બનાવ્યા છે જે વિવિધ રાજનીતિક પૃષ્ઠભુમિ અને વિચારધારાઓના લોકો વચ્ચે સંવાદ અને સહયોગની જરૂરત પર મજબૂતીથી વિશ્વાસ કરે છે.

  ઉલ્લેખનીય છે કે પ્રણવ મુખરજીના આરએસએસના કાર્યક્રમમાં જવાના નિર્ણયથી કોંગ્રેસના કેટલાક નેતાઓએ આલોચના કરી હતી, જો કે તેમના ભાષણ બાદ વિરોધ કરનારા લોકોએ સૂર બદલી નાખ્યા અને તેઓ પ્રણવ દાના વખાણ કરવા લાગ્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: L K Advani, RSS

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन