મોદી સરકારના કામકાજ પર આરએસએસની બેઠકથી વિપક્ષ ભડક્યું

Parthesh Nair | IBN7
Updated: September 2, 2015, 5:50 PM IST
મોદી સરકારના કામકાજ પર આરએસએસની બેઠકથી વિપક્ષ ભડક્યું
નવી દિલ્હીઃ સરકારના કામકાજ અને કેન્દ્રની યોજનાઓના આકલનને લઇને દિલ્હીમાં બીજેપી અને આરએસએસની બેઠક યોજાઇ.

નવી દિલ્હીઃ સરકારના કામકાજ અને કેન્દ્રની યોજનાઓના આકલનને લઇને દિલ્હીમાં બીજેપી અને આરએસએસની બેઠક યોજાઇ.

  • IBN7
  • Last Updated: September 2, 2015, 5:50 PM IST
  • Share this:
નવી દિલ્હીઃ સરકારના કામકાજ અને કેન્દ્રની યોજનાઓના આકલનને લઇને દિલ્હીમાં બીજેપી અને આરએસએસની બેઠક યોજાઇ. બીજેપી અધ્યક્ષ અમિત શાહ, અરૂણ જેટલી, રાજનાથ સિંહ, અનંત કુમાર, જે પી નડ્ડા, મનોહર પર્રિકર, રામ માધવ જેવાં દિગ્ગજ નેતા બેઠકમાં પહોંચ્યા હતા. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ. જાણવા મળે છે કે, મોદી બેઠકના અંતિમ દિવસે હાજરી આપશે. વસંતકુંજના મધ્યાંચલમાં આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલવીની છે.

બેઠક દરમિયાન પાછલા એક વર્ષ દરમિયાનના કામકાજના સાથો સાથ ભૂમિ અધિક્રમણ બિલ, વન રૈંક વન પૈન્શન અને બિહારની ચૂંટણી સહિત તમામ મોટા મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. સાથે જ ભવિષ્યની રણનીતી અંગે વિચાર-વિમર્શ પણ કરાયું હતુ.

આ બેઠકમાં તમામ મોટા મુદ્દા જેવા કે, વન રૈંક વન પૈન્શન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર સંઘે આ મુદ્દાને જલ્દીથી ઉકેલ લાવવા કહ્યું હતુ. પર્રિકરે આ મુદ્દે નરાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ મુદ્દા પર ઝડપથી કામ થઇ રહ્યું છે અને જલ્દીથી આ મુદ્દા અંગે ઉકેલ પણ આવી જશે.

સૂત્રોના અનુસાર VHPએ બેઠકમાં રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો. VHPએ કહ્યું કે, રામ મંદિરને લઇને ખોટો સંદેશ ફેલાવામાં આવે છે. સરકારે હકારાત્મક પગલાઓ ઉઠાવી લોકો વચ્ચેની ગેરસમજને દૂર કરવી જોઇએ.

વિપક્ષ ભડક્યું

તો આ તરફ સંઘ અને સરકાર વચ્ચેની બેઠકને લઇને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ લોકોને ભગવાન રામની યાદ અમુક સમયે આવી જાય છે, જે બધા જાણે છે. માત્ર ચૂંટણીના થોડા સમય અગાઉ જ આ મુદ્દાને લઇને લોકોનું ધ્યાન ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ બિહારની ચૂંટણી માટે છે કે કોને લઇને છે. પરંતુ આ પાખંડ ઉદાહરણો પુષ્કળ હોય છે.તો બીજી તરફ આપ નેતા આશુતોષે ટ્વીટ કર્યું કે, આરએસએસ બીજેપી સરકારની સમીક્ષા બેઠક ના લઇ શકે કેમ કે, 1949 માં સરદાર પટેલે આ વાયદા સાથે આના પરથી પ્રતિબંધ હટાવ્યો હતો કે, આ રાજકીય ગતિવિધિઓમાં શામેલ નહીં થાય. પટેલને લેખિતમાં આપેલ વાયદાને તોડવા માટે આરએસએસ પર ફરીથી પ્રતિબંધ લાગાવો જોઇએ.

1

2

તો આ તરફ નેશનલ કોંફ્રેન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ પણ બેઠક પર સવાલ ઉઠાવતા લખ્યું કે, તો આરએસએસ મોદી સરકારના અપ્રેસલ પરફોમેન્સના માટે 3 દિવસની બેઠક યોજી રહ્યું છે. શું હવે કોઇ મને કહેશે કે એક સામાજિક સંગઠન છે.

3
First published: September 2, 2015, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading