#MamatarMitthyachar: ભાજપે મમતા બેનર્જી પર પ્રહાર કરતા ટ્વીટર પર ગણાવ્યા તેમના જૂઠ્ઠાણા, પૂછ્યું- શું તમે બંગાળની પુત્રી નથી?

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી

BJP on Mamata Banerjee: ભાજપે(bjp) ટ્વિટર દ્વારા મમતાના ભાષણ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું કે, રસીકરણ(Vaccination), ભ્રષ્ટાચાર અને આરોગ્ય સેવાઓ અંગે કેન્દ્ર સરકાર સામે સીએમ બેનર્જી(CM Banerjee)ના આક્ષેપો પાયાવિહોણા છે. પાર્ટીએ ગોવાને 'માતૃભૂમિ' ગણાવીને મમતાના નિવેદનની પૂછ્યું હતું કે, 'તો શું તમે હવે બંગાળની પુત્રી નથી?'

  • Share this:
કોલકાતા: ગોવામાં રાજકીય પ્રકરણ શરૂ કરવાનો પ્રયાસ કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)એ કેન્દ્ર સરકાર વિરુદ્ધ આકરા નિવેદનો આપ્યા હતા.

હવે ભારતીય જનતા પાર્ટીએ પણ સોશિયલ મીડિયા(Social Media) દ્વારા વળતો જવાબ આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ #MamatarMitthyachar દ્વારા ટ્વીટ કરવાનું શરૂ કર્યું છે. તેમણે ગોવાને તેમની માતૃભૂમિ તરીકે વર્ણવતા મુખ્યમંત્રીને પણ સવાલ કર્યો છે.

શુક્રવારે ગોવામાં ચૂંટણી પ્રચાર શરૂ કરી રહેલા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારના શાસનને "દિલ્હીની ગુંડાગીરી" ગણાવી હતી. સાથે જ કહ્યું હતું કે આ બધું ગોવામાં ચાલશે નહીં. જોકે ભાજપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પછીથી મમતા બેનર્જી ભાજપ પર સતત પ્રહાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગરીબ લોકોને વારંવાર ધક્કા ન ખવડાવશો : CM patel

ભાજપે ટ્વિટર દ્વારા મમતાના ભાષણ પર નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે, રસીકરણ, ભ્રષ્ટાચાર અને આરોગ્ય સેવાઓ અંગે કેન્દ્ર સરકાર સામે સીએમ બેનર્જીના આક્ષેપો પાયાવિહોણા છે. પાર્ટીએ ગોવાને 'માતૃભૂમિ' ગણાવીને મમતાના નિવેદનની પણ ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, 'તો શું તમે હવે બંગાળની પુત્રી નથી?' તાજેતરમાં ટીએમસીએ લિએન્ડર પેસ, નફીસા અલી, ગોવાના ભૂતપૂર્વ સીએમ લુઝિન્હો ફાલેરો જેવા ઘણા મોટા નામોનો સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો: WhatsAppથી પેમેન્ટ કરવા પર મેળવો રૂ. 51નું કેશબેક, કેવી રીતે મળશે ફાયદો? જાણો

#MamatarMitthyachar દ્વારા ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કેન્દ્રીય મંત્રીઓ ટ્વીટ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે સીએનએન-ન્યૂઝ18ને જણાવ્યું હતું કે, 'મમતા બેનર્જી હેલ્થકેર પ્રોજેક્ટને પ્રોત્સાહન આપી રહ્યા છે, હેલ્થ કાર્ડ બનાવવાનું જરૂરી કર્યું છે, પરંતુ આ જ યોજનામાં એક હોસ્પિટલે રાજ્ય તરફથી 64 કરોડ રૂપિયાની બાકી રકમ સાથે કોર્ટે પહોંચ્યો છે.'

આ પણ વાંચો: આજે PM Modi G-20 સંમેલનમાં ભાગ લેશે

ટીએમસીના સાંસદ સૌગત રોયે કહ્યું કે, "ભાજપના નેતાઓ અને કાર્યકરો પોતાની પાર્ટી છોડવામાં વ્યસ્ત છે. આ ભાજપનો પ્રોપૈગેંડા છે. ભાજપ પહેલી ચૂંટણી હારી ગયું છે, પેટા ચૂંટણીમાં પણ ભાજપ આ જ સ્થિતિમાં રહેશે. બંગાળની પ્રજા જાણે છે કે મમતા બેનર્જી જૂઠું નથી બોલતી."
Published by:Riya Upadhay
First published: