લ્યો કરો વાત, મંત્રી માટે આર્મી ઓફિસરને વિમાનમાંથી ઉતારી દેવાયા

વિવાદમાં ઘેરાયેલું કેન્દ્રિય મંત્રી મંડળ વધુ એક વિવાદમાં ફસાયું છે. કેન્દ્રિય મંત્રી કિરણ રીજીજુને લઇને વિવાદ સામે આવ્યો છે. રીજીજુ સામે આરોપ છે કે લેહથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એમના માટે એક કલાક મોડી પડી હતી. સાથોસાથ એમને સીટ આપવા માટે એક આર્મી ઓફિસર અને એમના પત્નિ સહિત ત્રણ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાયા હતા.

  • News18
  • Last Updated :
  • Share this:
નવી દિલ્હી # વિવાદમાં ઘેરાયેલું કેન્દ્રિય મંત્રી મંડળ વધુ એક વિવાદમાં ફસાયું છે. કેન્દ્રિય મંત્રી કિરણ રીજીજુને લઇને વિવાદ સામે આવ્યો છે. રીજીજુ સામે આરોપ છે કે લેહથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એમના માટે એક કલાક મોડી પડી હતી. સાથોસાથ એમને સીટ આપવા માટે એક આર્મી ઓફિસર અને એમના પત્નિ સહિત ત્રણ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાયા હતા.

કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી કિરણ રીજુજી ગત 24મી જુને લેહની મુલાકાતે ગયા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. લેહથી પરત ફરતી વખતે એમને અને એમના પીએને સીટ આપવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા આર્મી ઓફિસર અને એમના પત્નિને ઉતારી દેવાયા હતા તેમજ આ ધમાચકડીમાં ફ્લાઇટ એક કલાક મોડી પડી હતી.

વિવાદમાં સપડાતાં ગૃહરાજ્યમંત્રી કિરણ રીજુજીએ સ્પષ્ટતા કરી હતી કે, વહીવટી તંત્ર દ્વારા ટીકીટ કરવામાં આવી હતી. મને આ અંગે જાણકારી ન હતી કે મારી ટીકીટ માટે વિમાનમાંથી ત્રણ મુસાફરોને ઉતારવામાં આવ્યા છે. જો ખબર હોત તો હું આવું થવા ન દેત.
First published: