Home /News /politics /

ભાજપા સાંસદે લોકસભામાં કરી આખા દેશમાં એનઆરસી લાગું કરવાની માંગ

ભાજપા સાંસદે લોકસભામાં કરી આખા દેશમાં એનઆરસી લાગું કરવાની માંગ

બીજેપી, ફાઈલ ફોટો

અસમમાં એનઆરસી ડ્રાફ્ટ રજૂ થયા પછી ભાજપા નેતાઓ દેશના વિભિન્ન રાજ્યોમાં એનઆરસીની માંગ કરી રહ્યાં છે, જ્યારે ભાજપા મહાસચિવ રામ માધવનું કહેવું છે કે, દેશભરમાંથી રોહિંગ્યા ઘૂસણખોટોને ડિપાર્ટ કરવામાં આવશે.

  નવી દિલ્હી: ગુરૂવારે લોકસભામાં ભાજપા સાંસદ નિશિકાંત દૂબેએ માંગ કરી છે કે, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ને આખા દેશમાં લાગું કરવામાં આવવો જોઈએ. વિપક્ષ સાંસદોએ આ વાતનો વિરોધ કર્યો હતો.

  શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા દૂબેએ કહ્યું કે, એનઆરસીનો મુદ્દો આખા દેશ માટે મહત્વપૂર્ણ છે. 1905માં બંગાળના વિભાજનથી પહેલા બિહાર પણ બંગાળનો જ ભાગ હતો.

  તેમને કહ્યું કે, પૂર્વ બંગાળથી પશ્ચિમ બંગાળમાં સતત પલાયન થતું રહ્યું. અસમમાં ગોપીનાથ બારદોલોઈએ આ વિષય પર આંદોલન પણ ચલાવ્યો હતો. અસમમાં એક લાખ એકર ભૂમિ પર આવા લોકોને વસાવવામાં પણ આવ્યા.

  ભાજપા સભ્યએ દાવો કર્યો છે કે, જમ્મુ કાશ્મીર, પૂર્વોતર સહિત કેટલાક વિસ્તારમાં વસ્તીગણતરી થઈ નથી. તેમને તે પણ દાવો કર્યો છે કે, એક ખાસ સમુદાયની જનસંખ્યા ઘણી બધી વધી ગઈ છે.

  તેમના આ નિવેદન પર વિપક્ષીઓએ જોરદાર વિરોધ કર્યો. દૂબેએ માંગ કરી કે અસમની જેવી રીતે આખા દેશમાં એનઆરસી લાગું કરવામાં આવે.

  આનાથી પહેલા બુધવારે દિલ્હી ભાજપાના અધ્યક્ષ મનોજ તિવારીએ માંગ કરી હતી કે, દિલ્હીમાં એનઆરસીની જેમ સર્વે કરાવવામાં આવવો જોઈએ. તિવારીએ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે, દિલ્હીમાં મોટી સંખ્યામાં રોહિગ્યા અને વિદેશી ઘૂસણખોરો રહી રહ્યાં છે. તેમાંથી ઘણા લોકોએ તો આધાર કાર્ડ અને રેશન કાર્ડ પણ બનાવી લીધા છે.

  તેમને તે પણ કહ્યું કે, વિદેશ ઘૂસણખોર દેશના ગરીબોના અધિકારો પર તરાપ મારી રહ્યાં છે, તેથી તેમન ઓળખ કરીને ડિપાર્ટ કરવાની જરૂરત છે.

  તમને કદાચ જાણ હોય કે, અસમમાં પાછલા સોમવારે એનઆરસીમાં અંતિમ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો. એનઆરસીમાં સામેલ થવા માટે આવેદન કરેલ 3.29 કરોડ લોકોમાંથી 2.89 કરોડ લોકોના નામે સામેલ છે અને આમાં 40,07,707 લોકોના નામ નથી.

  રાજ્ય સરકારનું કહેવું છે કે, જેમના નામ રજિસ્ટરમાં નથી તેમને પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક મહિનાથી ઓછા સમય આપવામાં આવશે. એનઆરસીનો પ્રથમ ડ્રાફ્ટ 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાંથી 1.9 કરોડ લોકોના નામ સામેલ હતા.

  જ્યારે ભાજપા મહાસચિવ રામ માધવનું કહેવું છે કે, એનઆરસી માત્ર અસમ સુધી સીમિત રહશે, પરંતુ દેશમાંથી બધા જ રોહિંગ્યાઓની ઓળખ કરીને ડિપાર્ટ કરવામાં આવશે.

  ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર પૂર્વોત્તરમાં ભાજપા ઈન્ચાર્જ માધવે આ સમાચાર પત્ર સાથે વાત કરતી વખતે કરી હતી કે એનઆરસીમાં નેશનલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી માત્ર અસમ માટે જ છે.

  તેમેન કહ્યું, આ પ્રક્રિયા 1985માં થઈ અસમ કરારનું પરિણામ છે, તેથી આ હજું સુધી અસમ સુધી જ સીમિત છે.

  જોકે, તેમને સ્પષ્ટ કર્યું કે, ગૃહમંત્રાલય દેશમાં ગેરકાયદેસર રીતે આવેલા રોહિંગ્યા લોકોની ઓળખ કરવા માટેનો નિર્ણય કરી ચૂકી છે. તેમને કહ્યું , બધા જ રાજ્યોના રોહિંગ્યા ઘૂસણખોરોને ડિપાર્ટ કરવામાં આવશે, પરંતુ તે માટે એનઆરસીની જરૂરત નથી. દેશની કાનૂન વ્યવસ્થા અને ગૃહ મંત્રાલય આ લોકોની ઓળખ કરીને તેમને પાછા મોકલે. દુનિયાનો કોઈપણ દેશ પોતાની જમીન પર ગેરકાયદેસર આવેલા પ્રવાસીઓને જગ્યા આપશે નહી.

  એનઆરસીનો અંતિમ ડ્રાફ્ટ આવ્યા પછી સતત ભાજપા અને વિપક્ષના નેતાઓના નિવેદન ચાલું છે. જ્યાં વિપક્ષી નેતાઓ આને વોટની રાજનીતિ ગણાવી રહ્યાં છે, જ્યારે ભાજપના નેતાઓ દેશના વિભિન્ન ભાગોમાં પણ એનઆરસીની માંગ કરી રહ્યાં છે.

  ભાજપાના મહાસચિવ અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પ્રભારી કૈલાશ વિજયમાર્ગીયે કહ્યું હતુ કે, પશ્ચિમ બંગાળનો યુવા ઈચ્છે છે કે, બાંગ્લાદેશમાંથી આવેલ ઘૂસણખોરોની ઓળખ થાય, જેના કારણે તેમને બેરોજગારી અને કાનૂન વ્યવસ્થાનો સામનો કરવામાં મુશ્કેલી આવી રહી છે. ભાજપા તેમની માંગોને સમર્થન આપી રહી છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: NRC, ભાજપ

  આગામી સમાચાર