Home /News /politics /

એકલા 'વિકાસ'થી 2019ની ચૂંટણી નહીં જીતાય, 'રામ'નો સહારોય જોઇશે

એકલા 'વિકાસ'થી 2019ની ચૂંટણી નહીં જીતાય, 'રામ'નો સહારોય જોઇશે

  ભાજપના વધુ એક ફાયરબ્રાન્ડ નેતા હાલ ચર્ચામાં છે, આ વખતે વિનય કટિયારે ખૂદ પાર્ટીના નેતાઓના નિવેદનને વખોડી નાખ્યું. વિનય કટિયારે કહ્યું કે ભગવાન રામની જન્મભૂમિ વધુ બલિદાન માગી રહી છે, તેઓએ કહ્યું કે બલિદાનના અયોધ્યામમાં રામ મંદિર નિર્માણ નહીં થવાના સંકેત દેખાઇ રહ્યાં છે. સાથે જ તેઓએ કહ્યું કે જો અયોધ્યામાં રામ મંદિર નહીં બન્યું તો મોદી સરકારનો વિકાસનો નારો કામ નહીં આવે.

  ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કેન્દ્રિય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું હતું કે 2019ની ચૂંટણી રામ મંદિર કે હિન્દુત્વ પર આધારિત નહીં પરંતુ વિકાસ ભાજપનો એજન્ડા હશે.

  ફૈઝાબાદમાંથી ભાજપના સાંસદ રહી ચૂકેલા વિનય કટિયારે ન્યૂઝ 18 સાથે વાતચિતમાં કહ્યું કે ભગવાન રામની જન્મભૂમિ એક બલિદાન માગી રહી છે, વગર બલિદાને અહીં મંદિર બનવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. તેઓને પૂછવામાં આવ્યું કે શું 2019માં ભાજપનો એજન્ડા વિકાસ હશે ? જેના જવાબમાં તેઓએ કહ્યું કે 'વિકાસ એજન્ડા તો છે, વિકાસની વાતને અમે બીજા નંબર પર રાખી શકીએ છીએ. જેટલો વિકાસ થયો છે તે તો હશે જ પરંતુ સમગ્ર વિકાસના કામ પાછળ રહી જાય છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નહીં બને તો'
  Published by:Sanjay Vaghela
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन