Home /News /politics /અમિત શાહના અધ્યક્ષની વરણીને લઇને ગુજરાત ભાજપમાં ઉજવણી

અમિત શાહના અધ્યક્ષની વરણીને લઇને ગુજરાત ભાજપમાં ઉજવણી

ગાંધીનગર# ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની બીજી વાર નિમણુંક થતા ગુજરાત ભાજપમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉજવણીમાં સામેલ થવા માટે ઉમટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈથી મોં મીઠુ કર્યુ હતુ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
ગાંધીનગર# ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની બીજી વાર નિમણુંક થતા ગુજરાત ભાજપમાં ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો ઉજવણીમાં સામેલ થવા માટે ઉમટી પડ્યા હતા. કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડ્યા હતા અને મીઠાઈથી મોં મીઠુ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાજપના નેતા પ્રદિપ સિંહ જાડેજા, શહેર પ્રમુખ રાકેશ શાહ, મેયર ગૌતમ શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

તો આ સાથે, પ્રદેશ ભાજપ દ્વારા પણ કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને તેમજ મીઠાઇ વેચીને ઉજવણી કરી હતી. પ્રદેશમાં ઉત્તમ કામગીરી બજાવનાર અમિત શાહની રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિમણૂંકની સાથે જ ચોર્યાસી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને જીત મળતા આજનો દિવસ બેવડી ખુશીનો બન્યો હતો.

કાર્યકરો માટે અમિત શાહ હંમેશા પ્રેરણારૂપ રહ્યાં છે અને જે પ્રમાણે તેમણે યુવા મોરચાથી કારકીર્દી શરૂ કરી હતી અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે તે ભાજપના તમામ કાર્યકરો માટે પ્રેરણારૂપ ઘટના છે, તેવું પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતુ.
First published:

Tags: Amit shah, અધ્યક્ષ, ઉજવણી`, ગુજરાત, ભાજપ, વરણી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन