Home /News /politics /

બિહાર મહાગઠબંધનમાં મહાજશ્ન, કોંગ્રેસને પણ જીવમાં જીવ આવ્યો

બિહાર મહાગઠબંધનમાં મહાજશ્ન, કોંગ્રેસને પણ જીવમાં જીવ આવ્યો

લોકસભા ચૂંટણી બાદ દેશમાં મોટી પાર્ટી અને લોકોની પાર્ટી તરીકે ઉપસી આવેલી ભારતીય જનતા પાર્ટીને બિહારમાં ધોબી પછડાટ ખાવી પડી રહી છે. બિહારમાં જેડીયૂને પ્રાથમિક ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમતી મળી છે તો ભાજપ પાછળ રહી છે.

  • News18
  • Last Updated :
પટના # લોકસભા ચૂંટણી બાદ દેશમાં મોટી પાર્ટી અને લોકોની પાર્ટી તરીકે ઉપસી આવેલી ભારતીય જનતા પાર્ટીને બિહારમાં ધોબી પછડાટ ખાવી પડી રહી છે. બિહારમાં જેડીયૂને પ્રાથમિક ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમતી મળી છે તો ભાજપ પાછળ રહી છે.

દેશના રાજકારણમાં બિહાર વિધાનસભાની ચૂંટણીને ભારે વજન આપવામાં આવી રહ્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિજય રથને અહીં બ્રેક લાગે તો નવાઇ નહી. બિહારના 38 જિલ્લામાં 39 કેન્દ્રો પર સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં ભાજપને પછડાટ ખાવી પડી રહી છે. જ્યારે જેડીયૂ અને આરજેડીના મહાગઠબંધની છાવણીમાં ભારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

મહાગઠબંધન 139 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેમાં જેડીયૂ 63 અને આરજેડી 64 અને કોંગ્રેસ 12 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનની સાથે જાણે કે કોંગ્રેસના જીવમાં પણ જીવ આવ્યો છે.

જ્યારે ભાજપ છાવણીમાં નિરાશાના વાદળો જોવા મળી રહ્યા છે. એનડીએ માત્ર 89 બેઠકો પર આગળ ચાલી રહી છે. જેમાં ભાજપ 69, એલજેપી8, હમ 6 અને આરએસએસપી 5 બેઠકો પર આગળ ચાલી રહી છે.
First published:

Tags: જેડીયૂ`, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, બિહાર ચૂંટણી 2015 પરિણામ, બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ, બિહાર ચૂંટણી પરિણામ, બિહાર પોલ 2015 પરિણામ, બિહાર વિધાનસભા ચૂંટણી 2015 પરિણામ, ભારતીય જનતા પાર્ટી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन