Home /News /politics /

PM મોદીએ નિતિશકુમારને ફોન કરી અભિનંદન આપ્યા, ભાજપે માની હાર

PM મોદીએ નિતિશકુમારને ફોન કરી અભિનંદન આપ્યા, ભાજપે માની હાર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થતાં છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી નિતિશકુમારને અભિનંદન પાઠવ્યા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થતાં છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી નિતિશકુમારને અભિનંદન પાઠવ્યા છે.

  • News18
  • Last Updated :
પટના # બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થતાં છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી નિતિશકુમારને અભિનંદન પાઠવ્યા છે.

બિહાર ચૂંટણીમાં જેડીયૂ અને આરજેડીના મહાગઠબંધનને ભારે બહુમતી મળતાં જશ્નનો માહોલ છવાયો છે તો ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં માતમનો માહોલ છે. આ સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી નિતિશકુમારને અભિનંદન પાઠવ્યા છે અને હાર માની લીધી છે.

અહીં નોંધનિય છે કે, સવારે મત ગણતરી શરૂ થાય એ સમયથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો અને જશ્નનો માહોલ હતો. પરંતુ જેમ જેમ ટ્રેન્ડ આગળ ચાલતો ગયો એ રીતે ભાજપ છાવણીમાં માતમ છવાતો ગયો હતો.

નિતિશકુમાર ત્રીજી વખત મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવાસ સ્થાને ભાજપના મોવડી મંડળની ઉચ્ચ સ્તરની બેઠક શરૂ થઇ છે. જેમાં બિહાર ચૂંટણીને લઇને ગંભીર ચર્ચા કરાશે.

ભાજપ ત્રીજા નંબરે : બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને ભારે બહુમત મળી રહ્યો છે. જેમાં આરજેડી પ્રથમ નંબરે ઉભરી આવી છે તો ભાજપ ત્રીજા નંબરે ધકેલાતું દેખાઇ રહ્યું છે.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, બિહાર ચૂંટણી 2015, બિહાર ચૂંટણી 2015 પરિણામ, બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ, બિહાર ચૂંટણી પરિણામ, બિહાર પોલ 2015 પરિણામ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन