Home /News /politics /

શત્રુનો શત્રુ અંદાજ, પાર્ટીને કાર્યવાહી કરવી હોય તો કરે!

શત્રુનો શત્રુ અંદાજ, પાર્ટીને કાર્યવાહી કરવી હોય તો કરે!

બિહાર વિધાનસભામાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની કારમી હાર બાદ પાર્ટી હવે એક્શન મૂડમાં આવી છે. બગાવતી હવા ફૂંકનાર પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિંહા સામે કાર્યવાહીની તૈયારી કરી રહી છે તો સામે પક્ષે શત્રુએ પણ પોતાના અંદાજમાં બિન્દાસ્ત જવાબ આપ્યો છે કે, પાર્ટીને કાર્યવાહી કરવી હોય તો શોખથી કરે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટના # બિહાર વિધાનસભામાં ભાજપના નેતૃત્વવાળા એનડીએની કારમી હાર બાદ પાર્ટી હવે એક્શન મૂડમાં આવી છે. બગાવતી હવા ફૂંકનાર પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિંહા સામે કાર્યવાહીની તૈયારી કરી રહી છે તો સામે પક્ષે શત્રુએ પણ પોતાના અંદાજમાં બિન્દાસ્ત જવાબ આપ્યો છે કે, પાર્ટીને કાર્યવાહી કરવી હોય તો શોખથી કરે.

શત્રુધ્નસિંહાએ કહ્યું કે, મને આ અંગે કોઇ જાણકારી નથી. મેં એવું કંઇ કર્યું નથી કે જેનાથી મારી વિરૂધ્ધ કાર્યવાહી કરી શકાય પરંતુ આમ છતાં જો પાર્ટીને એકશન લેવી હોય તો લઇ શકે છે. હું તો કોઇને રોકી ના શકું. જ્યાં સુધી પાર્ટીમાં છું ત્યાં સુધી પાર્ટીનો આદેશ માનતો રહીશ.

શત્રુધ્નસિંહાએ કહ્યું કે, નિતિશકુમાર સૌથી સફળ મુખ્યમંત્રી છે અને જ્યોતિ બાબુ પછી નિતિશકુમાર મારા માટે સર્વાધિક સન્માનિત રાજનેતા છે. શત્રુધ્ન આજે મુખ્યમંત્રી નિતિશકુમારને મળવા પહોંચ્યા હતા. નિતિશ બાદ તેઓ આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવને મળવા ગયા હતા.
First published:

Tags: નિતિશકુમાર, બિહાર ચૂંટણી 2015, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ, શત્રુધ્નસિંહા, હાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन