Home /News /politics /

બિહાર: 9 બાળકોને કચડી નાખનાર BJP નેતા નેપાળ ભાગવાની ફિરાકમાં?

બિહાર: 9 બાળકોને કચડી નાખનાર BJP નેતા નેપાળ ભાગવાની ફિરાકમાં?

ભાજપન બિહારનાં ઉપાધ્યક્ષ દેવેશ કુમારનું કહેવું છે કે, સીતામઢીથી જિલ્લા સ્તરીય કાર્યકર્તા મનોજ બૈઠાને પાર્ટીની પ્રાથમિક

ભાજપન બિહારનાં ઉપાધ્યક્ષ દેવેશ કુમારનું કહેવું છે કે, સીતામઢીથી જિલ્લા સ્તરીય કાર્યકર્તા મનોજ બૈઠાને પાર્ટીની પ્રાથમિક

મુઝફ્ફરપુર: બિહારનાં મુઝફ્ફરપુરમાં નશાની હાલતમાં ધુત્ત થઇને પોતાની કરથી નવ બાળકોને કચડી નાખવાનો આરોપ ભાજપનાં નેતા મનોજ બૈઠા પર છે. તે હાલમાં ભારત-નેપાળની સીમા પર છુપાઇ ગયો છે. પોલીસ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

મનોજ બૈઠાને પકડવા માટે સિટી એસપી ઉપેન્દ્ર નાથ વર્માને નેતૃત્વમાં એક SITનું પણ નિર્માણ કર્યુ છે. ત્યારે મુઝફ્ફરપુરનાં SSP વિવેક કુમારે ન્યૂઝ18 સાથે વાતચીતમાં કહ્યું કે, ભાજપ નેતાની 48 કલાકની અંદર ધરપકડ થઇ જશે.

આપને જણાવી દઇએ કે પટનાની નજીક મુઝફ્ફરપુરનાં બાહ્ય વિસ્તારમાં શનિવારે એક ફૂલ સ્પિડમાં બોલેરો ગાડી આવી અને સરકારી સ્કૂલની બહાર રમતા 30 બાળકોને કચડી નાખ્યા હતાં. જેમાં નવ બાળકોનું મોત થઇ
ગયુ છે જ્યારે 20 બાળકો ઘાયલ છે.

હાલમાં મનોજનાં પિતા નારાયણ બૈઠાએ આ તમામ આરોપો ખારીજ કરતાં કહ્યું કે, ઘટનાનાં દિવસે કાર ડ્રાઇવર લઇને ગયો હતો અને તેમને નથી ખબર કે તે આ કાર ક્યાં લઇને ગયો અને શું થયુ હતું.

આ મામલામાં આરોપી મનોજ બૈઠાને ભાજપ પક્ષે સોમવારે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો છે. ભાજપન બિહારનાં ઉપાધ્યક્ષ દેવેશ કુમારનું કહેવું છે કે, સીતામઢીથી જિલ્લા સ્તરીય કાર્યકર્તા મનોજ બૈઠાને પાર્ટીની પ્રાથમિક
સદસ્યતાથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે. તે સમયે જ્યારે પુછવામાં આવ્યું કે બૈઠાની ગાડીમાં લાગેલા બેનરમાં તેમનાં પદ મહાદલિત પ્રકોષ્ઠનાં રાજ્ય મહાસચિવ લખ્યુ હતું. તો કૂમારે કહ્યું કે, 'સંગઠનમાં આવું કોઇ પદ
જ નથી. એવું લાગે છે કે તેમણે જાતે જ આ પદની રચના કરી લીધી છે.'

તા આખી ઘટના પર બિહારનાં વિપક્ષી આજેડી નીતીશ સરકાર પર સતત ઘેરવાનો પ્રયાસ રહી છે. મંગળવારે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો છે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે આરોપ લગાવ્યો છે કે મનોજ બૈઠાની ધરપકડ રાજ્ય સરકારનાં સંરક્ષણને કારણે અત્યાર સુધી થઇ નથી.

તેજસ્વીએ રાજ્યમાં દારુ બંધીને ફક્ત દેખાડો કહેતા એક ટ્વિટ કરી છે જેમાં તેણે મુખ્યમંત્રી નીતીશ કુમારને સવાલ કર્યો છે અને પુછ્યુ છે કે, નીતીશ કુમારજી શું દારુબંધી અમીરોને હોમ ડિલીવરી કરવા અન બાળકોનાં ભાજપી હત્યારાને બચાવવા જ આપનો રાજધર્મ છે? તેણે પુછ્યું કે શું દારૂબંધીમાં અત્યાર સુધીમાં ફખ્ત 1.30 લાખ ગરીબને જેલ મોકલવા સુશાસન છે?

તેજસ્વીએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશઈલ મોદીએ સીધા સંરક્ષણને કારણે ત્યારસુધીમાં કોઇ જ ધરપકડ નહીં કરી શકીયે. તેણે પુછ્યુ કે, શું મુખ્યમંત્રીનાં નૈતિકઅને માનવીય દાયિત્વમાં નથી આવતું કે તે એક વખત પીડિતોને જઇને મળે.ત્યાં ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ પણ કહ્યું કે, ભલે કોઇપણ પક્ષ સાથે જોડાયેલો કોઇપણ વ્યક્તિ હોય, પોલીસને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાન નિર્દેશ આપવામાં આવ્યો છે.
First published:

Tags: બિહાર, ભાજપ નેતા

આગામી સમાચાર