Home /News /politics /

IBN7નો સર્વે : બિહારમાં બનશે નિતિશ સરકાર, એનડીએની કારમી હાર

IBN7નો સર્વે : બિહારમાં બનશે નિતિશ સરકાર, એનડીએની કારમી હાર

બિહારમાં IBN7 અને Axisના ચૂંટણી સર્વેમાં નિતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વવાળા મહાગઠબંધનની જીતની સ્પષ્ટ સંભાવના વ્યક્ત કરવામાં આવી છએ. બિહાર ચૂંટણીમાં આ સર્વે અનુસાર, ભાજપના નેતૃત્વવાળું એનડીએ બીજા ક્રમે રહેશે અને બંને વચ્ચે જીતનો તફાવત પણ મોટો રહેવાની સંભાવના છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહારમાં IBN7 અને Axisના ચૂંટણી સર્વેમાં નિતિશકુમાર અને લાલુ પ્રસાદ યાદવના નેતૃત્વવાળા મહાગઠબંધનની જીતની સ્પષ્ટ સંભાવના વ્યક્ત કરવામાં આવી છએ. બિહાર ચૂંટણીમાં આ સર્વે અનુસાર, ભાજપના નેતૃત્વવાળું એનડીએ બીજા ક્રમે રહેશે અને બંને વચ્ચે જીતનો તફાવત પણ મોટો રહેવાની સંભાવના છે.

243 બેઠકોવાળી બિહાર વિધાનસભામાં જેડીયૂ-આરજેડી-કોંગ્રેસના ગઠબંધનને 137ની આસપાસ બેઠકો મળવાની સંભાવના છે. જેમાં આઠ બેઠકો પ્લસ માઇનસ થવાની શક્યતા છે. રાજ્યમાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી છે. ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધન (ભાજપ-એલજેપી-હમ)ને 95 બેઠકો મળવાની સંભાવના છે. જેમાં આઠ બેઠકો પ્લસ માઇનસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સર્વે અનુસાર એસપી, બીએસપી, એનસીપી, એમઆઇએમને શરમજનક હારનો સામનો કરવો પડે તો નવાઇ નહી. આ બધાને 11 જેટલી બેઠકો મળવાની સંભાવના છે. જેમાં ત્રણ બેઠકોની વધઘટ થઇ શકે એમ છે.

જો આ સર્વેના તારણો સાચા પડે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલા એનડીએને જોરદાર ઝટકો ખાવો પડે એમ છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ભાજપના ચૂંટણી કેમ્પેઇનમાં પણ લીડર છે.

કોને કેટલી બેઠકો મળી શકે
પક્ષ                                         બેઠકો
મહાગઠબંધન                      137 (8 વધઘટ)
એનડીએ                                95 (8 વધઘટ)
અન્ય                                       11 (8 વધઘટ)
First published:

Tags: આઇબીએન7, નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, સર્વે

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन