Home /News /politics /

લાલુએ પોતાના બંને પુત્રોને ઉતાર્યા રાજકીય અખાડામાં, આપી ચૂંટણીમાં ટીકીટ

લાલુએ પોતાના બંને પુત્રોને ઉતાર્યા રાજકીય અખાડામાં, આપી ચૂંટણીમાં ટીકીટ

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે બંને પુત્રોને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. લાલુએ બંને પુત્રોને બિહાર ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. લાલુએ સૌથી વધુ 48 યાદવ ઉમેદવારોને ટીકીટ આપી છે.

  • News18
  • Last Updated :
પટણા # રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે બંને પુત્રોને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. લાલુએ બંને પુત્રોને બિહાર ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. લાલુએ સૌથી વધુ 48 યાદવ ઉમેદવારોને ટીકીટ આપી છે.

લાલુએ તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ બંને પુત્રોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેજ પ્રતાપ મહુઆથી ચૂંટણી લડશે અને તેજસ્વી રાધોપુરથી ચૂંટણી લડશે. જ્યારે મખદુમપુર કે જ્યાંથી માંઝી ચૂંટણી લડવાના છે એ બેઠક માટે લાલુએ સુબેદારદાસને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

મુસ્લિમ ઉમેદવારોની વાત કરીએ તો આરજેડીએ 16 બેઠકો પર અને જેડીયૂએ સાત બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે. બાહુબલી મુન્ના શુકલાને લાલગંજથી જેડીયૂ ઉમેદવારી કરાવશે. મંત્રી વૈદ્યનાથ સાહનીનું પત્તુ કપાઇ ગયું છે. રામધનીસિંહનું પણ પત્તુ કપાયું છે. આ બંને નિતિશ સરકારમાં મંત્રી હતા.
First published:

Tags: ઉમેદવાર, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन