Home /News /politics /

જંગલરાજ અને જંતરમંતર ભેગા થશે તો બિહારમાં તબાહી આવશે : PM મોદી

જંગલરાજ અને જંતરમંતર ભેગા થશે તો બિહારમાં તબાહી આવશે : PM મોદી

બિહારમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાન બાદ હવે બાકી રહેલા પાંચમા અને આખરી તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. રવિવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભાને સંબોધતાં મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ નિતિશકુમાર અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સામે નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, કેટલાક નેતાઓ બિહાર પર બોજ બની ગયા છે. જો જંગલરાજ અને જંતરમંતર મળી જશે તો બિહારમાં તબાહી આવશે એવું પણ તેમણે કહ્યું હતું.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # બિહારમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાન બાદ હવે બાકી રહેલા પાંચમા અને આખરી તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. રવિવારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ચૂંટણી સભાને સંબોધતાં મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમ નિતિશકુમાર અને આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ સામે નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે, કેટલાક નેતાઓ બિહાર પર બોજ બની ગયા છે. જો જંગલરાજ અને જંતરમંતર મળી જશે તો બિહારમાં તબાહી આવશે એવું પણ તેમણે કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લાલુ નિતિશે બિહારને એવા ખાડામાં ધકેલ્યું છે કે જેને બહાર કાઢવામાં બે એન્જિનની જરૂર છે. પીએમ મોદીનો ઇશારો અહીં કેન્દ્ર બાદ બિહારમાં ભાજપની સરકાર અંગે હતો. તેમણે કહ્યું કે, નિતિશ ્ને લાલુ હવે સાથે છે. જો આ જંગલરાજ અને જંતરમંતર સાથે થઇ જશે તો બિહારમાં ભારે તબાહી આવશે.

વડાપ્રધાને કહ્યું કે, હું એક વખત હવાઇ મુસાફરી કરી રહ્યો હતો તો બાજુમાં બેઠેલા એક વ્યક્તિએ પુછ્યું હતું કે, તમે વીંટી કેમ પહેરતા નથી તો મેં કહ્યું હતું કે હું તંત્ર મંત્રમાં વિશ્વાસ રાખતો નથી. તેમણે નિતિશકુમાર સામે પ્રહાર કરતાં કહ્યું કે, ઘરમાં કોઇ બાળક બિમાર પડે તો પહેલા ઘરવાળા ડોક્ટર પાસે જાય છે. ઘણા બધા ઇલાજ કર્યા બાદ પરિવાર છેવટે થાકીને હતાશામાં તંત્ર, મંત્ર, જંતર મંતરનો સહારો લે છે. આ નિતિશબાબુ પણ હતાશામાં જંતરમંતરનો સહારો લઇ રહ્યા છે કે બાબા હવે કંઇ બતાવો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BIHAR શબ્દનો અર્થ સમજાવતાં બિહારને ગૌરવવંતુ અને બિહારવાસીઓને ખમીરવંતા ગણાવ્યા હતા.
First published:

Tags: નરેન્દ્ર મોદી, નિતિશકુમાર, બિહાર ચૂંટણી, લાલુ પ્રસાદ યાદવ, વડાપ્રધાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन