માયાવતીના હઠીલા વલણથી એમપીમાં ભાજપને મળી શકે છે લાભઃ કમલનાથ

મધ્ય પ્રદેશનાં CM કમલનાથ

બીએસપી સુપ્રીમો માયાવતી દ્વારા આગામી ત્રણ રાજ્યની ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે મહાગઠબંધનને ખતમ કરવાનો દોષ બીએસપી સુપ્રીમો ઉપર ઢોળ્યો છે.

 • Share this:
  બીએસપી સુપ્રીમો માયાવતી દ્વારા આગામી ત્રણ રાજ્યની ચૂંટણીમાં એકલા લડવાનો નિર્ણય કર્યા પછી મધ્ય પ્રદેશના કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે મહાગઠબંધનને ખતમ કરવાનો દોષ બીએસપી સુપ્રીમો ઉપર ઢોળ્યો છે. CNN ન્યૂઝ18 સાથે એક એક્સક્યૂસિવ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, બીજેપીને હરાવવા માટે બંને પાર્ટીઓને એક થવાની જરૂર છે. આના માટે બીજેપીની સીટોની યોગ્ય વહેંચણી કરવાની પણ વાત કરી હતી. પરંતુ એ હજી સુધી શક્ય બન્યું નથી.

  તેમણે કહ્યું કે, "માયાવતીએ 50 સીટોની માંગ કરી હતી. તેમની પાર્ટી બસપાએ આ સીટો ઉપર ગત ચૂંટણીમાં 2000થી 3000 વોટ જ મેળવ્યા હતા. જોકે, બીજેપીને જીત નોંધાવવામાં મદદ મળશે. આ વખતે જો ભાજપ સામે કોંગ્રેસ અને બસપાનું ગઠબંધન નહીં હોય તો સત્તાસીન પાર્ટીને જીમ મેળવવી સરળ બનશે."

  કમલનાથે સફાઇ આપી કે બીએસપીના મધ્યપ્રદેશનમાં કુલ 6.3 ટકા વોટ શેર છે. જ્યારે તે 50 સીટો માંગે છે. કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં 6 ટકા શેર છે. તો શું અમારે પણ આવી જ માંગણી કરવી જોઇએ. બીજેપીને સત્તામાં દૂર રાખવા માટે અમે કેટલીક સીટો આપી શકીએ છીએ.

  પરંતુ રાજનીતિક જાણકારોનું માનવું છે કે, કોંગ્રેસની મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પ્રમુખ ભૂમિકાની ચાહતમાં 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેમની સંભવનાઓને નુકસાન પહોંચે છે. ઉત્તર પ્રદેશમાં બીએસપી અને સમાજવાદી પાર્ટીઓથી ગઠબંધન ખુબ જ મહત્વપૂર્ણ થઇ શકે છે.
  Published by:ankit patel
  First published: