કાશ્મીરીઓના હક માટે મદદ કરતું રહેશે પાકિસ્તાન : બાસિત

Haresh Suthar | News18
Updated: August 14, 2015, 4:31 PM IST
કાશ્મીરીઓના હક માટે મદદ કરતું રહેશે પાકિસ્તાન : બાસિત
પાકિસ્તાને આજે પોતાના સ્વતંત્રતા દિવસે ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો છે. દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે કહ્યું કે, પાકિસ્તાને હંમેશા ભારત સાથે સારા સંબંધોની જ આશા રાખી છે અને જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીતના આધારે જ ઉકેલવા ઇચ્છે છે.

  • News18
  • Last Updated: August 14, 2015, 4:31 PM IST
  • Share this:
નવી દિલ્હી # પાકિસ્તાને આજે પોતાના સ્વતંત્રતા દિવસે ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો છે. દિલ્હીમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતે કહ્યું કે, પાકિસ્તાને હંમેશા ભારત સાથે સારા સંબંધોની જ આશા રાખી છે અને જમ્મુ કાશ્મીરના મુદ્દાને વાતચીતના આધારે જ ઉકેલવા ઇચ્છે છે.

અબ્દુલ બાસિતે કહ્યું કે કાશ્મીરીઓને જ્યાં સુધી એમનો હક નહીં મળે ત્યાં સુધી પાકિસ્તાન એમને મદદ કરતું રહેશે. બાસિતે કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરના લોકો અને નેતાઓના આત્મ નિર્ણયના એમના સંઘર્ષમાં બધો જ સહયોગ ચાલુ રાખશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) કક્ષાની એક બેઠક થવા જઇ રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અજીજ ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે વાતચીત કરવા માટે નવી દિલ્હી આવવાના છે.
First published: August 14, 2015, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading