નવી દિલ્હી: બાબર આજમે 1258 દિવસથી ચાલી આવતી વિરાટ કોહલીની બાદશાહતને પૂર્ણ કરી છે. વિરાટ કોહલી અને બાબર આજમ એ એવા બે ખેલાડીઓ છે જે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ 6માં સામેલ છે. મહત્વનું છે કે, બાબર આજમ વન-ડેમાં નંબર વન., ટી-20માં ત્રીજા અને ટેસ્ટમાં 6 સ્થાન પર છે, જ્યારે વિરાટ કોહલી વન-ડેમાં બીજા, ટી-20માં પાંચમાં અને ટેસ્ટમાં પાંચમાં નંબરે છે.
પાકિસ્તાનની સાઉથ આફ્રિકા સામે રમાયેલી સીરીઝમાં બાબર આજમે 3 મેચોમાં 76 રનની એવરેજથી 228 રન કર્યા હતા. જેમાં એક સદી અને એક ફિફ્ટીનો સમાવેશ થાય છે.
આ સિરિઝમાં બાબર આજમે 76મી ઈનિંગમાં 13 વન-ડે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કોઇ પણ ખેલાડી 80 કરતા ઓછી ઇનિંગમાં આ કાર્ય કરવામાં સફળ રહ્યો નથી દક્ષિણ આફ્રિકાના હાસિમ અમલાએ 83 ઈનિંગમાં આવુ કર્યું આ સિવાય વિરાટ કોહલી, ડિકોક બંન્ને 86-86 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
મહત્વનું છે કે દક્ષિણ આફ્રિકા સામે 194 અને 101 રનની ઈનિંગ રમનાર ફકર જમાં પણ સાંતમાં સ્થાન પર પહોંચી ગયો છે. આ તેના કરિયરની શ્રેષ્ટ રેન્કિંગ માનવામાં આવે છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર