પોલ ઓફ પોલ્સઃ ત્રણમાંથી બે રાજ્યોમાં બીજેપી પાસેથી સત્તા છિનવી શકે છે કોંગ્રેસ
પોલ ઓફ પોલ્સઃ ત્રણમાંથી બે રાજ્યોમાં બીજેપી પાસેથી સત્તા છિનવી શકે છે કોંગ્રેસ
રાહુલ ગાંધઈની ફાઇલ તસવીર
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમા નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી થવા જઇ રહી છે.
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમા નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી થવા જઇ રહી છે. 11 ડિસેમ્બરે ચૂંટણી પરિણામની જાહેરતા પણ થશે. ચૂંટણી પહેલા એક પછી એક અનેક પોલ સર્વે સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આવેલા રિપોર્ટ પ્રમાણે બે બીજેપી શાસિત રાજ્યો એટલે કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ જીત મેળવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, બીજેપી માત્ર મધ્યપ્રદેશમાં જ સત્તા જાળવી રાખવામાં સફળ રહેશે.
મધ્યપ્રદેશ માટે થયેલા સર્વેમાં કુલ 230 સીટેમાંથી 126 બીજેપીને મળવાની સંભાવના છે. જ્યારે કોંગ્રેસ 97 સીટો મેળવી શકે છે. સી વોટર, આઇઇટેક ગ્રુપ અને ટાઇમ્સ નાઉના સર્વેમાં સરેરાશ આ વાત સામે આવી છે. એની સાથે જ સાત સીટો અન્યને મળવાની સંભાવના છે. વર્ષ 2013માં મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 165 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને 58 સીટો મળી હતી.
જ્યારે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં કરવામાં આવેલા સર્વેમાં 200 સીટો વાળી વિધાનસભામાં કોંગ્રેસને 129 સીટો મળવાની સંભાના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજેપીને માત્ર 63 સીટો મળવાની સંભાવના છે. સી વોટર અને ટાઇમ્સ નાઉના સર્વેમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્ષ 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને 21 સીટો મળી હતી જ્યારે બીજેપીને 163 સીટો મળી હતી. રાજ્યમાં સરકાર બનાવવા માટે એક પક્ષને 101 સીટો જરૂરી હતી.
આ સાથે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સીવોટર, આઇઇટેક ગ્રુપ અને ટાઇમ્સ નાઉના સર્વેમાં સરેરાશ એ વાત સામે આવી છે કે, અહીં 90 સીટોવાળી વિધાનસભામાં બીજેપીને 39 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને બુહમતથી 1 સીટ એટલે કે 47 સીટો મળવાની સંભાવના છે. જ્યારે ચાર સીટો અન્ય પક્ષોને મળશે.
તેલંગણાની વાત કરીએ તો 119 સીટોવાળી વિધાનસભામાં ફરીથી ટીઆરએસની સરકાર બનવાની સંભાવના વ્યક્ત કરી છે. ધ ટીમ ફ્લેશ અને વીડીએ એસોસિએટ્સના સર્વેમાં સરેરાશ અનુસાર રાજ્યમાં ટીઆરએસને 85, કોંગ્રેસને 18, બીજેપીને 5, એઆઇએમઆઈએમને 7 અને અન્યને 4 સીટો મળી શકે છે. રાજ્યમા સરકાર બનાવવા માટે દરેકને 60 સીટો જોઇએ.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર